• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

શેરડીથી નાના રતડિયા જર્જરિત માર્ગની લીંપાપોતી

ગઢશીશા, તા. 10 : શેરડીથી નાના રતડિયા સુધી જર્જરિત માર્ગથી રહીશો ત્રસ્ત બન્યા છે ત્યારે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા તથા મંત્રીઓ અને રાજકીય અગ્રણીઓ પણ આ માર્ગેથી પસાર થશે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા લીંપાપોતી કરાઇ રહી છે. સત્તા પક્ષ અને જેમની વિચારધારામાં સામ્યતા છે એવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી આજે તા. 11/11ના બ્રહ્મલીન ગિરિજાદત્તગિરિજી મહારાજની તપોભૂમિ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે તથા જ્યોતિષ પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય શ્રીમદ્ વાસુદેવાનંદ સરસ્વતીજી મહારાજ તથા પીઠાધિશ્વર મહામંડલેશ્વર વર્તમાન મહંત કલ્યાણાનંદ-ગિરિજી મહારાજના સાંનિધ્યમાં તથા સ્વ. મણિશંકર વીરજી પેથાણી (ફરાદી)ના મુખ્ય યજમાન પદે ચાલી રહેલ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે ત્યારે ન માત્ર ગઢશીશા પંથક પરંતુ સમગ્ર કચ્છમાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી છે પણ દુ:ખની વાત એ છે કે ઉપરોક્ત અગ્રણીઓનો કાફલો જે સ્થળેથી પસાર થશે તે રસ્તાની હાલત અતિ દયનીય બની છે. આ માર્ગને સુધારવા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો છતાં પણ આ માર્ગ ન સુધરતાં હાલમાં વહીવટી તંત્ર આ માર્ગે માટી-ભૂંસી નાખી રસ્તાઓ સુધારવા કામે લાગી છે પરંતુ આ માર્ગ નવો જ બન્યો. અત્રે ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે આ વિસ્તારમાં બેન્ટોનાઇટ-બોક્સાઇટ જેવા કિંમતી ખનિજ સંપત્તિનો ખજાનો ધરબાયેલો છે અને જેના પરિવહન માટે આ રોડની ક્ષમતાથી પણ વધારે ભારે વજન સાથે વાહન પસાર થતાં સમગ્ર પંથક સતત તકલીફ ભોગવે છે.

Panchang

dd