ભુજ, તા. 10 : ખેતીમાં
ખાતરની માંગને ધ્યાને લઈને સામાન્ય રીતે ફર્ટિલાઈઝર સેક્ટરમાં ઇનોવેશન પર નવા
વિચારોને આમંત્રણ આપવામાં આવે છે ઁ નેનો યુરિયાને ખાતર નિયંત્રણ આદેશ 1985માં
કામચલાઉ રીતે સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્રમાં ખાતર પરના કાટિંગનું, ખાસ કરીને નીમ કાટિંગ
યુરિયાનું, નોંધપાત્ર યોગદાન છે. નીમ કાટિંગ માટે વિશાળ
પ્રમાણમાં લીંબુડીના તેલની જરૂરિયાત રહે છે. જેથી ખર્ચમાં પણ વધારો થાય છે. તથા આ
અન્ય ખાતર જેવા કે ફોસ્ફેટ ખાતર માટે પણ કાટિંગ મટીરીયલ ની ખુબ જરૂરિયાત છે રહેતી
હોય છે. કચ્છ યુનિવર્સિટીના રસાયણ
શાસ્ત્ર ભવનમાં એસોસિએટ પ્રોફેસર ડો. વિજય રામના માર્ગદર્શનમાં ફર્ટીલાઇઝર કાટિંગ
ઉપરનું સંશોધન ટૂંક સમયમાં શરૂ કરવામાં
આવશે. ડો. વિજય રામે જણાવ્યું કે,
આ એક કન્સલ્ટન્સી પ્રોજેક્ટ છે, જેમાં રસાયણ
શાસ્ત્ર ભવન, કચ્છ યુનિવર્સિટી, અને
ટ્રાન્સવર્લ્ડ ફર્ટીકેમ લિમિટેડ, કંડલા વચ્ચે સંશોધન
પ્રક્રિયા હાથ ધરી જરૂરી પરીક્ષણ કરાશે. આ માટે જુનિયર રિસર્ચ ફેલો માટે જાહેરાત
બાહ્ય પાડવામાં આવી હતી, જેના માટે વિવિધ જિલ્લાઓમાંથી અરજીઓ
પ્રાપ્ત થઈ છે. ટૂંક સમયમાં જુનિયર રિસર્ચ ફેલોની નિમણુંક પણ કરવામાં આવશે.
ભારતમાં, ખેડૂતોને સસ્તા ભાવે ખાતરો મળવા માટે સરકારને
નોંધપાત્ર નાણાં ખર્ચવાં પડે છે. 2025-26ના બજેટમાં યુરિયા સબ્સિડીઓ માટે
રૂ1.19 ટ્રિલિયનની ફાળવણી કરવામાં આવી છે. ખાતર કાટિંગ અંગે સંશોધન
કરવાના કરારમાં, મુખ્ય ઉદ્દેશ્ય ખાતરના હેન્ડાલિંગ અને ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન થતી ધૂળના
કારણે થતા નુકસાનને ઘટાડવો છે. ભવિષ્યના લાભ : કચ્છ યુનિમાં શરૂ થનારા સંશોધન
પ્રોજેક્ટથી ખેડૂતોને વધુ અસરકારક અને આર્થિક રીતે સસ્તી ખેતી કરવાની તક મળશે,
જેનાથી તેઓ વધુ પ્રોડક્ટિવ અને નફાકારક બની શકશે. આ અભિગમને કારણે,
સમગ્ર દેશના કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે, આ સંશોધન કરાર સાથે, વિદ્યાર્થીઓને નવી તક અને
ઉદ્યોગ સાથેનો સહકાર પ્રાપ્ત થશે. આ સંશોધન કાર્ય કરી રહેલા એસોસિએટ પ્રોફેસર ડો
વિજય રામ ને કુલપતિ ડો મોહન પટેલ, રજિસ્ટ્રાર ડો અનિલ ગોર,
આઈ ક્યુ એસી ના ડાયરેકટર પ્રોફેસર ડો કાશ્મીરા મેહતા અને આર એન્ડ ડી
ડિપાર્ટમેન્ટના ડો. ગૌરવ ચૌહાણ દ્વારા એક પુસ્તક આપી પ્રોત્સાહન પુરૂં પડાયું
હતું.