કોડાય, તા. 10 : મુંદરા
તાલુકાનાં મોટી ખાખર ગામે 1.35 કરોડના ખર્ચે નૂતન રાજપૂત
ક્ષત્રિય સમાજવાડી ભવનનું લોકાર્પણ કરાયું હતું. સંતો તથા સામાજિક અગ્રણીઓના હસ્તે
નૂતન સમાજવાડી ભવનને ખુલ્લું મુકાયું હતું. કાર્યક્રમમાં માતાજી મૃદુલાબા, કલ્યાણદાસજી બાપુ તેમજ
પરસોત્તમગિરિબાપુ, બાલકનાથ બાપુ તથા રાજ પરિવારના
પ્રતાપાસિંહજી જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકાસિંહ જાડેજા,
ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ વીરેન્દ્રાસિંહ જાડેજા
સહિત અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું, સ્વાગત
કુલદીપાસિંહ જાડેજાએ કર્યું હતું. જયદેવાસિંહ વાઘેલા, ચેતનાબા
જાડેજા (પ્રમુખ રાજપૂત ક્ષત્રિય મહિલા સભા), રાજપૂત ક્ષત્રિય
સભાના મહામંત્રી રામદેવાસિંહ જાડેજા, કચ્છ જિલ્લા પંચાયત
પ્રમુખ જનકાસિંહ જાડેજાએ મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજની એકતા સંગઠનને પ્રેરણારૂપ
ગણાવતા નૂતન સમાજવાડી આગામી પેઢી માટે સંસ્કાર અને શિક્ષણ કેન્દ્ર બનશે તેવી ભાવના
વ્યક્ત કરતા જિલ્લાના પ્રમુખ વીરેન્દ્રાસિંહ જાડેજા (ધારાસભ્ય)ના માર્ગદર્શન હેઠળ
સમાજમાં સતત પ્રગતિ, એકતા અને સેવાભાવના વધી રહી હોવાનું
અગ્રણીઓએ જણાવ્યું હતું અધ્યક્ષ સ્થાનેથી શ્રી જાડેજાએ મોટી ખાખરમાં સમાજવાડીનાં
નિર્માણ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો. સાધુ, સંતો, મહંતોએ આશીર્વચન આપ્યાં હતાં તથા અગ્રણીઓએ આ કાર્યને બિરદાવ્યું હતું.
સંતો તથા કચ્છ રાજ પરિવારના શ્રી જાડેજા, જિલ્લા પંચાયત
પ્રમુખ શ્રી જાડેજા, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી
જાડેજા, મહિલા સભાના પ્રમુખ ચેતનાબા, ગુજરાત
પ્રદેશ કરણી સેનાના પ્રમુખ વીરભદ્રાસિંહ જાડેજા, મુંદરા-માંડવી
પ્રાંત અધિકારી ભગીરથાસિંહ ઝાલા, મુંદરા તાલુકા રાજપૂત
ક્ષત્રિય સભાના પ્રમુખ દિલાવરાસિંહ જાડેજા, જિલ્લા મહામંત્રી
રામદેવાસિંહ જાડેજા, કન્યા છાત્રાલયના ચેરમેન પરાક્રમાસિંહ
જાડેજા, પૂર્વ પ્રમુખ નારાણજી જાડેજા તેમજ જોરાવરાસિંહ રાઠોડ,
મુંદરા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતાસિંહ જાડેજા તથા નવીનાળના
પૂર્વ સરપંચ ગજુભા જાડેજા, કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ
શક્તાસિંહ જાડેજા, માધુભા એમ જાડેજા, પ્રવીણાસિંહ
જાડેજા, મેઘનાબા ઝાલા, સમાઘોઘાના સરપંચ
હરેન્દ્રાસિંહ જાડેજા, મુંદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ
કિશોરાસિંહ પરમાર તથા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મંચસ્થનું સન્માન
કરાયું હતું. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ તથા મોટી ખાખરના યુવા
આગેવાન શ્રી જાડેજાએ રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની
તૈયારી કરવા રૂપિયા 70 લાખના
ખર્ચે સ્ટડી સેન્ટર બનાવી આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પ્રવીણાસિંહ જાડેજા, ચંદુભા જાડેજા, વિક્રમાસિંહ જાડેજા, જાલુભા જાડેજા, સામતાસિંહ સોઢા, પ્રદ્યુમનાસિંહ જાડેજા, કનુભા જાડેજા, બળવંતાસિંહ જાડેજા, ગામના સરપંચ રતનભાઇ ગઢવી, અરાવિંદાસિંહ જાડેજા,
દિલીપાસિંહ જાડેજા, હેતુભા જાડેજા સહિત
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી ખાખર રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ પરાક્રમાસિંહ
જાડેજા, ઉપપ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા, મંત્રી હિરેન્દ્રાસિંહ જાડેજા, યુવરાજાસિંહ જાડેજા,
જયપાલાસિંહ જાડેજા, હરદેવાસિંહ જાડેજા,
મહિપતાસિંહ જાડેજા, મહિપાલાસિંહ જાડેજા,
શક્તાસિંહ જાડેજા, સૂર્યદીપાસિંહ જાડેજા,
રાજદીપાસિંહ જાડેજા વિ.એ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન ચંદુભા જાડેજા
તથા આભારવિધિ કિશોરસિંહ ચુડાસમાએ કરી હતી.