• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

અંજારમાં રાજ્યમંત્રીનું સન્માન

અંજાર, તા. 4 : શહેરના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે જડેશ્વર મહાદેવ મહોત્સવ સમિતિ તેમજ વિવિધ મહિલા સંગઠનો દ્વારા નવનિયુક્ત કચ્છી રાજ્યમંત્રીનું સન્માન કરાયું હતું.  અંજાર શહેરના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે  અંજાર મતવિસ્તારના ધારાસભ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગાનું જડેશ્વર મહાદેવ મંદિર ખાતે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંજાર નગરપાલિકા પ્રમુખ વૈભવભાઇ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઇ વ્યાસ તેમજ આહીર સમાજના અનેક આગેવાનોની હાજરીમાં સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  મંદિરના પૂજારી  રમણીકગિરિ એમ. ગોસ્વામી, બલરામભાઇ જેઠવા, ભૂપેન્દ્ર પંડયા, બળદેવપુરી ગોસ્વામી, વિનોદભાઈ ખોડિયાર, ઇશ્વરપુરી ગોસ્વામી, ચમનગિરિ ગોસ્વામી, ભગવાનપુરી ગોસ્વામી, હરીશભાઇ ઠક્કર, મિલાપભાઇ પ્રજાપતિ, ભાવિનભાઇ ઠક્કર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તલવાર, ઢાલ, શાલ તથા હારથી રાજ્યમંત્રીને સન્માનિત કરાયા હતા. રાજ્યમંત્રીનું ક્રિષ્નાબેન ગોસ્વામીએ કુમકુમ તિલક વડે ચાંદલો કરીને સન્માન કર્યું હતું. સાથે મંજુલાબેન, હંસાબેન, મીનાબેન હેમલતાબેન, નીમુબેન, ગીતાબેન તથા રેખાબેન હાજર  રહ્યા હતા. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ  દેવજીભાઈ વરચંદ તથા મંદિરમાં ધાર્મિક કાર્યક્રમના સહયોગી દાતા બાબુભાઇ ભીમાભાઇ હુંબલનું સન્માન ગોસ્વામી શિવવંશ મહિલા મંડળ તથા ગોસ્વામી મહિલા સખી મંડળના બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. 

Panchang

dd