• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

વિકાસયાત્રાને આગળ ધપાવવા સરકાર કટિબદ્ધ

નખત્રાણા, તા. 4 : કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ ગામોના ધોરી માર્ગ સાથે જોડવાના અભિયાન અંતર્ગત નખત્રાણા તા.ના વિવિધ ગામોના માર્ગ-મકાન  (પંચાયત) વિભાગ હસ્તકના માર્ગને જોડતા રસ્તાઓના નિર્માણ માટે રૂા. 785.22 લાખના ખર્ચકામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કરાયું હતું. તા.પં.ના પ્રમુખ ભાવનાબેન પટેલ, જિ.પં. આરોગ્ય ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, જિ.પંચાયત તા. પંચાયતના સદસ્યો વિવિધ ગામોના સરપંચો કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જિ.પં. નિરોણા બેઠકના સદસ્ય કરશનજી જાડેજા દ્વારા નૂતનવર્ષનું સ્નેહમિલન યોજાયો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારાએ દેશને ઊંચાઈએ લઈ જવા નાગરિક ધર્મના અનેક ઉદાહરણો આપ્યા હતા. જિલ્લા પંચાયત સદસ્યા નયનાબેન પટેલએ પ્રાસંગિક વકતવ્યમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા અપીલ કરી હતી. વિકાસકામોની ભુખ કયારેય ભાંગવાની નથી લોકોને પાયાની જરૂરિયાતો ઉપલબ્ધ કરવા સરકાર કટિબદ્ધ છે. તેવું સમારોહના અધ્યક્ષ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. દેશલપર ફાટકથી હાજીપીર રોડ ચાલવા જેવો રહ્યો નથી જેથી વાહનો અવર-જવર માટે મોટી સમસ્યા સર્જી છે છતાં લોકોએ ધીરજ રાખી છે તેની સરાહના કરી હતી. નર્મદાના પાણીથી મોટા ડેમ ભરવાની યોજનાના પાઈપ લાઈનનું કામ પ્રગતિમાં છે. તાલુકા મથકે અદ્યતન સરકારી હોસ્પિટલ, કન્યા કેળવણી માટે કસ્તુરબા ગાંધી વિદ્યાલય જેમાં 300 જેટલી છાત્રાઓ રહીને ભણી શકશે આ બિલ્ડિંગનું કામ પૂર્ણતાના આરે છે. આગામી ટુંક સમયમાં તેનું લોકાર્પણ કરાશે. કા.પા. ઈજનેર દિલેર સીદીએ જતાવીરાથી દેશલપર રૂા. 364.17 લાખ તથા નાના અંગિયાથી નાની અરલ ફાટક સુધી રૂા. 421.05 લાખનું રસ્તા કામ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. લાલજીભાઈ રામાણી, તા. ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી દીલિપભાઈ નરસિંગાણી, દિનેશ વાઘેલા, હોતખાન મુતવા, દિલાવરસિંહ જાડેજા, ઉત્પલસિંહ જાડેજા, નારાણભાઈ ચાવડા, લક્ષ્મણસિંહ સોઢા, મહિપતસિંહ જાડેજા, કનૈયાલાલ બારૂ, ગોવિંદ બળિયા, જબારભાઈ જત, મીઠુભાઈ વાઘેલા, રાજેશ ભાનુશાલી, જીતેન્દ્રસિંહ જાડેજા, મુકેશ રાણવા, ગજુભા જાડેજા, તુલસીભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હરિસિંહ રાઠોડ આભારવિધિ સરપંચ નારાણભાઈ ચાવડાએ કરી હતી. જિંદાય-દેવપર ખાતે યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ ઉપરાંત સ્થાનિકના અમૃતભાઈ ધોળુ, દિનેશભાઈ ધોળુ, રમેશભાઈ (સરપંચ), વંકાભાઈ રબારી, રબારી રાણાભાઈ, ખેતશી સીજુ, મેહુલ રબારી, દેવજી આહીર, રવજી આહીર, દાનાભાઈ આહીર, પરબત આહીર, ભીમજી આહીરનથુભાઈ આહીર, બુધાભાઈ રબારી, રાણાભાઈ રબારી, પ્રવીણ સમાણી, જયંતિલાલ પારસીયા, ધરમશી પારસીયા હાજર રહ્યા હતા. આભારવિધિ દિનેશભાઈ ધોળુએ કરી હતી. 

Panchang

dd