• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભ્રષ્ટાચાર સામેની લડતમાં જાગૃતિ સાથે જન સહભાગીદારી અત્યંત જરૂરી

નિરોણા (તા. નખત્રાણા), તા. 4 : ભુજ તાલુકાની સોઢા વસાહત ઝુરા - કેમ્પ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમીટેડ ભુજ પી.એસ. દ્વારા સતર્કતા જાગૃત સપ્તાહ અંતર્ગત આપણું સંયુક્ત દાયિત્વ વિશેષ પર ગામસભાનું આયોજન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ ભ્રષ્ટાચાર સામેની લડતમાં જાગૃત જન સહભાગીદારી અગત્યની છે. ઈમાનદારી, પારદર્શિતા અને જવાબદારીને જીવનમાં અપનાવવાથી જ ભ્રષ્ટાચાર મુક્ત સમાજનું નિર્માણ શક્ય હોવાનું જણાવી સરકારી યોજનાઓનો લાભ યોગ્ય હક્કદાર સુધી પારદર્શી રીતે પહોંચે તે માટે દરેક નાગરિકની સતર્ક ભાગીદારી જરૂરી હોવાની વાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ ઉત્સાહપૂર્વક હાજર રહી સતર્કતા જાગૃતિ પ્રત્યે વિશેષ રસ દાખવ્યો હતો. વિદ્યાર્થીઓ અને ગામજનો દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય એક્તા, સુશાસન અને જનહિતનાં મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ સતર્ક, જવાબદાર અને ભ્રષ્ટાચાર મુક્ત સમાજના નિર્માણનો સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં પાવરગ્રીડના મુખ્ય અતિથિ તરીકે બી. કે. પ્રધાન (ચીફ જનરલ મેનેજર), પી. કે. જયસ્વાલ (ડેપ્યુટી જનરલ મેનેજર) ઉપરાંત ગામના અગ્રણી દાદુજી હાલાજી સોઢા, ભગવાનજી સોઢા (સરપંચ), તુષાર ભાનુશાલી (ઝુરા-સરપંચ), નોઘણજી સોઢા સહિતના અગ્રણીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા. તખતસિંહ સવાઈસિંહ સોઢા સહયોગી બન્યા હતા. 

Panchang

dd