અંજાર, તા. 13 : અહીંના
ઢેબર સર્વ સેવા વિકાસ મંડળના પ્રાંગણમાં દાતાઓના સહકારથી 25 હજાર
ફૂટનાં બાંધકામ સાથે કુંવર મા ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ કોલેજની ઈમારત
બાંધવામાં આવશે. પાંચ કરોડના ખર્ચે નિર્માણ થનારી આ ઈમારતનું તા. 18/10ના
સવારે 10 વાગ્યે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. ઢેબર-રબારી સમાજ
પ્રેરિત નૂતન કોલેજ ભવનનાં નિર્માણ પ્રસંગે દુધરેજ વડવાળા મંદિરના પીઠાધીશ્વર
કનીરામ બાપુ તથા રામબાલકદાસજી બાપુ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપશે. અતિથિ વિશેષ પદે
રાજસ્થાન સરકારના મંત્રી ઓટારામ દેવાસી,
રાજ્ય સભાના સાંસદ બાબુભાઈ દેસાઈ, પૂર્વ
મંત્રી રણછોડભાઈ દેસાઈ, પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા માલજીભાઈ
દેસાઈ, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસા એપીએમસીના ચેરમેન ગોવાભાઈ રબારી, પૂર્વ
ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ, ગૌપાલક વિકાસ નિગમના પૂર્વ ચેરમેન
અરજણભાઈ રબારી, ભાવનગર શૈક્ષણિક સંકુલના મેહુલભાઈ લવતુકા,
સ્વનિર્ભર શાળાઓની ફી નિયમન સમિતિ ગુજરાતના સભ્ય શરતાનભાઈ દેસાઈ
સહિતના ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે અંજાર ઢેબર-રબારી સમાજના
પ્રમુખ કરણાભાઈ રબારી તથા સામાજિક કાર્યકરો સેવા આપશે, તેવું
કચ્છ રબારી સમાજના પ્રમુખ હીરાભાઈ રબારીએ એક યાદીમાં જણાવ્યું હતું.