• બુધવાર, 12 નવેમ્બર, 2025

કચ્છ યુનિ.ની પરીક્ષામાં પેપરમાં ગોટાળા કરનારા જવાબદારો સામે પગલાંની માંગ

ભુજ, તા.13 : કચ્છ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાર્થીઓને ઉપરાઉપરી ચાર દિવસ એક સરખા પેપર આપવામાં આવતાં ગોટાળા કરનાર જવાબદારો સામે કાર્યવાહી કરવા કચ્છ જિલ્લા નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાએ માંગ કરી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. કચ્છ યુનિ. દ્વારા બીબીએ સેમેસ્ટર-5 અને એમબીએ ઈન્ટિગ્રેટેડ સેમેસ્ટર-5ના પરીક્ષાર્થીઓને ઉપરાઉપરી ચાર દિવસ એક સરખાપેપર અપાયા બાબતે જવાબદાર અધિકારીની બેદરકારી મુદ્દે તેમની સામે કડક કાર્યાવહી કરવા માંગ કરાઈ છે. યુનિના પરીક્ષા નિયામકને કરાયેલી રજુઆત મુજબ અધિકારીની બેદરકારી બદલ વિદ્યાર્થીઓ શા માટે બીજી વાર પરીક્ષા આપે તેવો સવાલ ઉઠાવ્યો છે તો આ ભૂલ કરનારા અધિકારી ઉપર કાર્યવાહી કરી આજીવન પરીક્ષાની પ્રક્રિયામાંથી દુર કરવમાં આવે તેવી માંગ કરાઈ છે. પરીક્ષા દરમ્યાન ભૂલ ન થાય તે માટે ઓનલાઈન પદ્ધતિ અપનાવાય છે. છતાં વારંવાર ભૂલો થતી હોય તો આ પદ્ધતિ સામે સવાલો ઉઠી રહ્યાં છે. આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ છે. આ રજૂઆતમાં એનએસયુઆઈના પ્રમુખ ઋાuષરાજસિંહ જાડેજા, ઓમ જોશી, જયપાલ જાડેજા, તીર્થ મામોટિયા, ફૈજલ હિંગોરજા, ફયાઝ માંજોઠી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન પરીક્ષામાં થયેલા છબરડા બાદ આ બનાવની ગંભીરતાને લઈ કુલપતી દ્વારા યોગ્ય તપાસ અર્થે ચાર સભ્યની સમિતિની રચના કરવામાં આવી હતી અને ઝીણવટભરી તપાસના અંતે અગાઉ લેવાયેલી એબીએ ઈન્ટિગ્રેટેડ સેમેસ્ટર-5ની પરીક્ષા રદ્દ કરી પુન: આગામી 15-10ના જાહેર કરવામાં આવી છે.

Panchang

dd