• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

જૈન સંઘના કર્મચારીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

ભુજ, તા. 13 : સમગ્ર કચ્છમાં જિનાલય-જૈન સંઘની પેઢીમાં કાર્યરત 450 અદના કર્મચારીઓનો અભિવાદન કાર્યક્રમ અહીંના જૈન આરાધના ભવન ખાતે યોજાયો હતો. તીર્થવલ્લભ વિજયજી મ.સા., તીર્થનિર્વાણ વિજયજી મ.સા., જયરેખા મ.સા.ની નિશ્રામાં એક પ્રભુભક્તના સહયોગથી ફરજમાન સ્ટાફગણોના અભિવાદન સાથે 20 લાખના રોકડ પુરસ્કાર અપાયા હતા. તીર્થવલ્લભ મ.સા.એ સમગ્ર કચ્છના ખૂણે ખૂણે સ્થિત જિન મંદિરોમાં પૂજારી-ચોકીદાર-મુનીમ-સફાઇ કામદારોનું યોગદાન મહત્ત્વનું ગણાવ્યું હતું. સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઇ મહેતા, દલીચંદભાઇ મહેતા, સહમંત્રી રસિકભાઇ સંઘવીના હસ્તે અભિવાદન કર્મચારીઓએ સ્વીકાર્યું હતું. કાર્યક્રમ સંચાલન દીપકભાઇ કોઠારી, આભારવિધિ રજનીભાઇ ભણસાલીએ કર્યા હતા. બહોળી સંખ્યામાં સ્ટાફનું સન્માન કચ્છમાં પ્રથમ વખત થયાનું મીડિયા કન્વીનર વી. જી. મહેતાની યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd