• બુધવાર, 12 નવેમ્બર, 2025

હિપેટાઈટિસ બી પોઝિટિવ બાળકને ઈન્જેક્શન આપવા પરિવારે કર્યા ઠાગાઠૈયા

ગાંધીધામ, તા. 12 : તાલુકામાં હિપેટાઈટિસ બી પોઝિટિવ માતાનાં બાળકને ઈમ્યુનોગ્લોબ્યૂલીન આપવું અત્યંત જરૂરી હતું, પરંતુ પરિવાર તે સારવાર લેવા તૈયાર ન હતો. અલગ અલગ જગ્યાઓએ તેની માતાએ નામ બદલ્યાં હતાં. આરોગ્ય વિભાગે શોધખોળ કરીને  બાળકને રસી આપવામાં આવી હતી. આ કામગીરીની દિલ્હી કક્ષાએ નોંધ લેવાઈ હતી. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, એક સગર્ભા માતાને હિપેટાઈટિસ બી પોઝિટિવ હતો. ડિલિવરી થતાં આશા વર્કર દ્વારા એફએચડબલ્યુને જાણ કરી હતી. તાલુકા આરોગ્ય અધિકારી તેમનાં ઘરે ગયા હતા, પરંતુ અંજારમાં ખોટાં નામે ડિલિવરી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. મમતાકાર્ડમાં પોઝિટિવ રિપોર્ટની નોંધ પરિવાર દ્વારા ફાડી નાખવામાં આવી હતી. અંજારમાં રિપોર્ટ અન્ય નામ આપીને કરાવવામાં આવ્યો હતો. આ  મામલે આરોગ્ય કર્મચારીઓએ  સમજાવટ કરી હતી, પરંતુ પરિવાર રસી આપવા અંગે માનતો ન હતો.   રસી  બાબતે  કરેલી ગાલમેલમાં કડક પગલાંની ચેતવણી  અપાયા બાદ પરિવાર માન્યો હતો. આરોગ્ય વિભાગ  દ્વારા અંજાર લઈ ગયા હતા. પરંતુ ફરી પરિવારે ઈન્જેકશન લેવામાં ઠાગાઠૈયા કરાતા લાંબી સમજાવટ બાદ અંતે આ પરિવાર ઈન્જેકશન લેવા  તૈયાર થયો હતો. ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગની આ કામગીરીની નોંધ લઈને દિલ્હીથી રાષ્ટ્રીય કક્ષાના અધિકારીઓ દ્વારા વીડિયો કોન્ફરન્સથી ગાંધીધામ આરોગ્ય વિભાગની ટીમને સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યાં હતાં.  આ કામગીરીમાં  તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, અશા વર્કર ભાવનાબેનએફ.એચ.ડબલ્યુ  સુશીલાબેન,   ડો. મયૂર ટાંક વિગેરે જોડાયા હતા. 

Panchang

dd