ગાંધીધામ, તા. 12 : શિક્ષણનગરી આદિપુરની ગાંધીધામ કોલેજીએટ બોર્ડ સંચાલિત તોલાણી
મોટવાને ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સંસ્થાને સ્થાપનાનાં 30 વર્ષ પૂર્ણ થયાં હતાં. ત્રણ દાયકામાં મેનેજમેન્ટ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન અને સમાજ અને કોર્પોરેટ જગતમાં પ્રભાવશાળી
યોગદાન આપ્યું છે. આ વેળાએ વિદ્યાર્થીઓને એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયા હતા. સમારોહના
મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગાંધીધામ
મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મનીષ ગુરુવાનીએ આત્મવિશ્વાસ એ સતત પ્રયત્નોનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે ચારિત્ર્ય
અને નૈતિકતા જીવનનું સૌથી મોટું મૂલ્ય હોવાનું કહી સાચા અને નૈતિક રહી સમાજ માટે જવાબદાર
બનીને યોગદાન આપવા વિદ્યાર્થીઓએ શીખ આપી હતી. અમિત સિંઘે વિદ્યાર્થીઓને કોઈ પણ સમસ્યા સામે સમાધાન કરવાના
બદલે સમસ્યા સામે ઝઝૂમીને સફળતા પ્રાપ્ત કરવાની શીખ આપી હતી.
આ વેળાએ એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયા હતા. વર્ષ 2023-25ના તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયાં હતાં.
કોર્પોરેટ રિલેશન ટીમ, ડિજિટલ માર્કેટિંગ,
એલ્યુમની રિલેશન ટીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને
અન્ય કાર્યક્રમોમાં યોગદાન આપનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. એમ.બી.એ.ની બેચમાં
શ્રેષ્ઠ સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી અદિતી ઠક્કરને સુવર્ણ, ઉર્મિ સંપતને રજત અને નેહા પરસૌયાને કાંસ્યચંદ્રક એનાયત કરાયા હતા. એમ.બી.એ.
સ્પેશિયલાઈઝેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા
વિદ્યાર્થીઓ પૈકી એચ.આર.માં જસપ્રીત કૌર,
ફાઈનાન્સમાં અદિતી ઠક્કર, માર્કેટિંગમાં નેહા પરસૌયાએ પ્રથમ
સ્થાન હાંસલ કર્યું હતું. વિશેષ પુરસ્કારમાં પ્રો. અનુજ શર્મા દ્વારા તેમના માતા વિજયબાલા અશોક શર્મા મેરીટોરીયસ એવોર્ડ ત્રણ વિદ્યાર્થીઓએ
એનાયત કરાયો હતો. પ્રથમ અદિતી ઠક્કરને રૂા. 50 હજાર, દ્વિતીય
સ્થાને ઉર્મિ સંપતને રૂા. 30 હજાર અને ત્રીજા ક્રમે રહેલી નેહા પરસૌયાને રૂા. 20 હજારનો રોકડ પુરસ્કાર એનાયત
કરાયો હતો. આ વર્ષથી જીસીબીના ટ્રસ્ટી ડો. એ.એચ. કાલરો દ્વારા સ્થાપિત સ્ટૂડન્ટ ઓફ
ધ યર પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તિશા રામીને રૂા. 20 હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરાયો હતો. કચ્છ મેનેજમેન્ટ એસોસીએશન
દ્વારા પણ ટોપર અદિતી ઠક્કરને સન્માનિત કરાઈ
હતી. સમગ્ર જીટીયુમાં ટોપ-10માં સ્થાન
પામેલા વિદ્યાર્થીઓ પૈકી વર્ષ 24-26ના બેચના
દીપાલી રાજવાનીને સેમેસ્ટર-2માં 7મું સ્થાન મેળવવા બદલ સન્માનિત કરાઈ હતી.
આ ઉપરાંત બીબીએમાં ટોપ-10 સ્થાન મેળવનારા હર્ષિતા
વ્યાસ, મહેક ટીકિયાની, ધારાબા
જાડેજા અને કશિશ ટીકિયાનીનું પણ સન્માન કરાયું
હતું. આરંભમાં ડાયરેક્ટર સંપદા કાપસેએ 30 વર્ષની સફળતા ઉપર પ્રકાશ પાડયો હતો. આ વેળાએ જીસીબીના ટ્રસ્ટી
એ.એચ. કાલરો, એડમિનિસ્ટ્રેટર રાજેન્દ્ર આસવાની, પ્રો. એલ.એચ.
દરિયાની, ટીમ્સ એલ્યુમની ટ્રસ્ટના સેક્રેટરી નંદલાલ ગોયલ, સી.એ. અનિમેષ મોદી વિગેરે હાજર રહ્યા
હતા.