• મંગળવાર, 08 જુલાઈ, 2025

તો કચ્છમાં પણ નર ઊંટનાં ધણ જોવા મળશે

ભુજ, તા. 5 : મહારાષ્ટ્રછત્તીસગઢમાં કચ્છના ત્રણ હજાર રબારી પરિવાર પશુ ચરિયાણ માટે વસવાટ કરે છે, છેલ્લાં બે વર્ષમાં  કચ્છના ઊંટ માલધારીઓને મહારાષ્ટ્રના કહેવાતા જીવદયાપ્રેમીઓ તરફથી હેરાનગતિ થતાં કચ્છથી નર ઊંટ લઈને મહારાષ્ટ્રમાં રબારીઓને વેચવા માટે જતા રબારી કે જત પરિવારોએ હવે ઊંટ લઈને જવાનું સદંતર બંધ કરી દેતાં માઠું પરિણામ  આવ્યું છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં રબારી માલધારીઓ ઊંટના અભાવે બળદગાડાં  તરફ વળ્યા છે, બીજી તરફ કચ્છમાં ઊંટની વસ્તી વધી રહી છે, પરંતુ નર ઊંટ જે પહેલાં રબારી માલધારીઓ ભાર ઉપાડવા માટે ખરીદી લેતા હતા, તે વિકલ્પ બંધ થતાં કચ્છમાં નર ઊંટનું શું કરવું કરવું, તે એક મોટી સમસ્યા ઊભી થઇ છે. એક સમય એવો આવશે કે, કચ્છમાં રોડ પર જેમ બિનવરસુ આખલાઓ અને રખડતા પશુઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, તેમ હવે નર ઊંટનો કોઈ ઉપયોગ નહીં રહે તો આવા રખડતા બિનવારસુ નર ઊંટનાં ધણ જોવા મળે તો નવાઈ નહીં. તાજેતરમાં સહજીવન સંસ્થાના પ્રોગ્રામ ડાયરેક્ટર રમેશ ભટ્ટીએ મહારાષ્ટ્રમાં માલધારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરતાં માલધારીઓ તરફથી આ સમસ્યા મોટાપાયે ઊભરીને સામે આવી હતી. આ બાબતે ડો. સુજિત દત્તા (જોઈન્ટ કમિશનર-પશુપાલન-નવી દિલ્હી) સાથે રૂબરૂ વાત કરતાં તેમણે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા પશુ પરિવહન અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો છે, જે મુજબ ઊંટને પગપાળા પરિવહન કરી શકાશે અને તે માટે જિલ્લા પશુધન અધિકારી તરફથી હેલ્થ સર્ટિફિકેટ મેળવ્યા પછી કોઈ પણ રાજ્યમાં પગપાળા પરિવહન કરી શકાશે, જેના કેટલાક નિયમોના પાલન સાથે, પરંતુ આ સુધારાનું ફાઇનલ નોટિફિકેશન કરવાનું હજુ બાકી છે. દરમ્યાન જૂના કાયદા મુજબ પણ જિલ્લામાંથી પશુધન અધિકારીનું પ્રમાણપત્ર મેળવીને પરિવહન કરી શકાય, પરંતુ જરૂરી છે કે, માર્ગમાં આવતાં પોલીસ સ્ટેશનને અગાઉથી આધારો મોકલીને જાણ કરતા રહે, જેથી કોઈ ખોટી કનડગત ન કરે. રાજસ્થાનમાં ઊંટને  રાજ્યપશુ ઘોષિત કરીને રાજ્ય બહાર તેનું વેચાણ સાવ બંધ કરી દેવાયુંજેનું પરિણામ ઊલટું આવ્યું અને રાજસ્થાનમાં  10 વર્ષમાં ઊંટની સંખ્યા સાડા ચાર લાખથી ઘટીને દોઢ લાખ થઇ ગઈકચ્છમાં દર વર્ષે જન્મતા નર ઊંટને ઊંટગાડી માટે કે  પ્રવાસી રબારી માલધારીઓને વેચાણ થાય તો તેનો યોગ્ય ઉપયોગ થઇ શકે અન્યથા આવતાં વર્ષોમાં નર  ઊંટ એક મોટી સમસ્યા બની જશે, જેના માટે એક ચોક્કસ રણનીતિ બનવી જોઈએ તેવું રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયું છે. 

Panchang

dd