• સોમવાર, 16 જૂન, 2025

નખત્રાણામાં ધસારાથી કચેરીઓ ટૂંકી પડી

નખત્રાણા, તા. 9 : આગામી તા. 22મી જૂનના નખત્રાણા તાલુકાની 13 સામાન્ય અને 37 પેટા ચૂંટણીઓ માટે ફોર્મ ભરવાના આજે છેલ્લા દિવસે કુલ પ0 ગ્રામ પંચાયતના સરપંચ 13 સામાન્ય સરપંચ પદ માટે 48 અને પેટા ચૂંટણી માટે ફોર્મ ભરાયા હતા. જ્યારે નારાણપર મોસુણા (રોહા)ની પંચાયતના સરપંચ પદ માટે બક્ષીપંચના ઉમેદવાર રબારી રામા સોમા આઠ સભ્યોના ઉમેદવારી પત્રો મંજૂર થતાં ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ઉમેદવારોનો ધસાર એવો રહ્યો હતો કે કચેરીઓ પણ ટૂંકી પડી હતી. જ્યારે ખીરસરા (રોહા)માં સરપંચ પદ માટે બક્ષીપચં અનામતના કોઈ ઉમેદવાર ન હોતા સરપંચ વગર આઠ સદસ્યોના ફોર્મ મંજૂર થતાં આ પંચાયત બિનહરીફ ઘોષીત થઈ હતી. અંગીયા મોટા સરપંચ પદ એકમાત્રની ચૂંટણી માટે એક માત્ર અનુ. જાતિ અનામતના ઉમેદવાર ગોપાલભાઈ ભીમજી ગરવા તથા વાલ્કા નાના-મોટા જૂથ પંચાયતની સરપંચ પદની પેટા ચૂંટણીમાં ચંદુભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.ન નખાત્રણા મામલતદાર કચેરીએથી પ્રાપ્ત વિગતો મુજબ તા.ની 13 સામાન્ય ચૂંટણી માટ 48 સરપંચના ફોર્મ 37 પેટા ચૂંટણી માટે 2 સરપંચપદના ઉમેદવારોના નામાંકન ભરાયા હતા. જ્યરારે સભ્યપદના 143 ફોર્મ ભરાયા છે. ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂનના ચિત્ર-સ્પષ્ટ થશે. ચકાસણી તા. 10 જૂનના છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd