• સોમવાર, 16 જૂન, 2025

અંજાર તા.માં જબરો ઉત્સાહ, 407 ફોર્મ ભરાયાં

અંજાર, તા. 9 : તાલુકાની 25 ગ્રામ પંચાયતની ચૂંટણી  માટે  લઈને ગ્રામ્ય વિસ્તારમાં રાજકારણ ગમરાયું છે. સરપંચ સહિતના પદો માટે અંતિમ દિવસે 407 ફોર્મ ભરાયાં હતાં. આ ઉપરાંત 25 ગ્રામ પંચાયત પૈકી 6 ગ્રામ પંચાયતમાં સરપંચ પદે એક જ ફોર્મ ભરાતાં બિનહરીફ વરાયાં હતાં. તાલુકાની અજાપર બેઠક પર સરપંચ પદ માટે ચાર અને સભ્યો માટે 10 ફોર્મ, આંબાપરમાં સરપંચપદ માટે સૌથી વધુ આઠ ફોર્મ અને સભ્યપદ માટે 15 ફોર્મ ભરાયાં હતાં. ચાંદ્રોડા પંચાયતના સરપંચપદ માટે 2 અને સભ્યપદ માટે 7 મુરતિયાઓએ ઉમેદવારી નોંધાવી  હતી. દેવળિયા ગ્રામપંચાયત તેમજ જરૂ ગ્રામ પંચાયતના સરપંચપદ માટે 3-3 તેમજ સભ્યપદ માટે 10-10 ઉમેદવારોએ ફોર્મ ભરી દાવેદારી નોંધાવી હતી. ખંભરા પંચાયતના સરપંચપદ માટે 4 અને સભ્યપદ માટે કુલ 16 ફોર્મ ભરાયાં હતાં. ખારા પસવારિયા પંચાયતના સરપંચપદ માટે 3, જ્યારે સભ્યપદ માટે 20 ફોર્મ રજૂ થયાં હતાં. કુંભારિયા પંચાયતના સરપંચપદ માટે 2, જ્યારે સભ્યપદ માટે 8 ફોર્મ, મથડા ગ્રામ પંચાયતના સરપંચપદ માટે કુલ 4, સભ્યપદ માટે 10 ફોર્મ  તેમજ મોડસર ગ્રામ પંચાયતના સરપંચપદ માટે કુલ 5 જણે અને સભ્યપદ માટે 18 દાવેદારોએ ફોર્મ ભર્યાં હતાં. મોડવદર પંચાયતના સરપંચ પદ માટે કુલ તથા સભ્યપદ માટે  15 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. વધુમાં નિંગાળ પંચાયતના સરપંચપદ માટે 6, જ્યારે સભ્યપદ માટે 17 ઉમેદવારોએ ફોર્મ, રામપરની પંચાયતના સરપંચપદ માટે 2   જણે અને સભ્યપદ માટે કુલ 9 જણે, રાપર પંચાયતના સરપંચપદ માટે કુલ 6 અને સભ્યપદ માટે 13  જણે  ફોર્મ ભરી ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.   અંજાર તા.ની હાઈપ્રોફાઈલ ગ્રામ પંચાયત માનવામાં આવતી રતનાલ ગ્રામ પંચાયતના સરપંચપદ માટે કુલ 4, જ્યારે સભ્યપદ માટે સૌથી વધુ 24 ફોર્મ ભરાયાં હતાં. સાપેડાના સરપંચપદ માટે કુલ 6, જ્યારે સભ્યપદ માટે 12 ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં. સિનુગ્રા પંચાયતના સરપંચપદ માટે 4 અને સભ્યપદ માટે કુલ 15 ફોર્મ, વરસાણા ગ્રા. પંચાયતના સરપંચપદ માટે કુલ 4 અને સભ્યપદ માટે 21 ફોર્મ, વીડી ગ્રા.પંચાયતના સરપંચપદ માટે કુલ 4 અને સભ્યપદ માટે 22 ફોર્મ ભરાયાં હતાં. ઉમેદવારી કરવાના અંતિમ દિવસે  320 ફોર્મ અને કુલ થઇને 407 ફોર્મ ભરાયાં હતાં. અંજાર તાલુકાના નગાવલાડિયા પંચાયત તેમજ નાની નાગલપર પંચાયતની યોજાનાર પેટાચૂંટણીમાં સભ્યપદ માટે માત્ર 1-1 ફોર્મ ભરાતાં તે બિનહરીફ થયેલ અને સરપંચપદ માટે પશુડા ગ્રામ પંચાયતની યોજાનાર પેટાચૂંટણી માટે માત્ર 1 ફોર્મ ભરાતાં સરપંચપદે ઉમેદવારની બિનહરીફ વરણી થઈ હતી. 25 ગ્રામ પંચાયત પૈકી 6 ગ્રામ પંચાયત ભાદરોઈ, બિટા વલાડિયા (ઉ.), ચંદિયા, મારીંગણા, મીઠા પસવારિયા, સુગારિયાના સરપંચપદે માત્ર એક જ ફોર્મ  ભરાતાં ઉમેદવારો બિનહરીફ સરપંચપદે ચૂંટાયા હતા. તા.10/6ના ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાશે તેમજ તા. 11/6 સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd