રાપર, તા. 9 : છેક એપ્રિલ, 2022માં જે ગ્રામ પંચાયતોની મુદત પૂરી થઈ ગઈ છે તેવી ગ્રામ
પંચાયતોની ચૂંટણી લાંબી રાહ જોવડાવ્યા બાદ અંતે જૂન 2025નાં ત્રણ વર્ષ મોડી જાહેર થતાં ગ્રામીણ સંસદમાં ભાગ
લેવા ઉત્સાહ હોય તે સ્વાભાવિક છે. રાપર તાલુકાની 29 ગ્રામ
પંચાયતોની ચૂંટણી અને વીસ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી જાહેર થતાં ગામડાંઓમાં ચૂંટણીનો
માહોલ જોવા મળી રહ્યો છે. બકરી ઈદ અને રવિવારની બે દિવસની રજા પછી આજે અંતિમ દિવસે
સરપંચ અને સભ્યનાં ઉમેદવારીપત્રો ભરવા માટે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી
ખાતે ગ્રામીણ ઉમેદવારો અને ટેકેદારોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી, તો ભાજપ અને કોંગ્રેસ પક્ષનાં કાર્યાલયો પણ આ કામગીરીથી ધમધમ્યા હતાં. આજે
સવારથી જ ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ઊમટી પડ્યા હતા. ભાજપના
હોદ્દેદારો અને કાર્યકરો જરૂરી માર્ગદર્શન આપી ફોર્મ ભરાવવાની કવાયત કરતાં જોવા મળ્યા
હતા, તો કોંગ્રેસના તાલુકા પ્રમુખ ભીખુભાઈ સોલંકી પણ મામલતદાર
કચેરી ખાતે ઉમેદવારોને મદદ કરી રહ્યા હતા. હમણા જ યોજાઈ ગયેલી ભચાઉ અને રાપર નગરપાલિકાની
ચૂંટણીમાં જેમ અનેક બેઠકો બિનહરીફ થઇ હતી તે જ તરજ પર રાપર ગ્રામ પંચાયતોની સદસ્ય અને
સરપંચની બેઠકો બિનહરીફ કે સમરસ ગ્રામ પંચાયત બનાવવા રાજકીય પક્ષો અને ગ્રામીણ આગેવાનો
સક્રિય હોવાનું જાણવા મળ્યું હતું. એકથી બે ગામની તો બિનસત્તાવાર જાહેરાત પણ થઈ ગઈ
હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ઉમેદવારીપત્ર ભરવાની અને પરત
ખેંચવાની મુદત પૂરી ન થાય ત્યાં સુધી કાંઈ કહી શકાય નહીં એમ રાજકીય પંડિતો જણાવી રહ્યા
છે. તા. 9/6 ઉમેદવારીપત્ર
ભરવાની અંતિમ તારીખ, 10/6 ચકાસણી
અને 11/6 ઉમેદવારીપત્ર
પરત ખેંચવાની અંતિમ તારીખ હોવાથી 11/6 પછી
સાચું ચિત્ર સ્પષ્ટ થાય. અત્યારે તો ગામડાંઓમાં ચૂંટણીનો માહોલ, સમજાવટનો દોર, ખાટલા બેઠકો, રાત્રિ
સભા વગેરે ચાલી રહ્યું છે.
રાપર : 29 પંચાયતમાં
સરપંચ માટે 101
અને સભ્યપદના 491 ઉમેદવાર
રાપર તાલુકાની 29 ગ્રામ
પંચાયતના ઉમેદવારીપત્રો ભરવાના અંતિમ દિવસે ઉમેદવારીપત્રો ભરાયાં હતાં, જેમાં સરપંચપદ માટે 101 અને
સભ્યપદ માટેના 491 ઉમેદવારે ફોર્મ
ભર્યાં હતાં.
આણંદપર
: સરપંચ-3, સભ્ય-16, બાદલપર : સરપંચ-2, સભ્ય-14, બાલાસર : સરપંચ-3, સભ્ય-14, વેરસરા : સરપંચ-4, સભ્ય-13, ચિત્રોડ : સરપંચ-8, સભ્ય-31, ડાવરી : સરપંચ-2, સભ્ય-9, ડેડરવા : સરપંચ-3, સભ્ય-16, ફતેહગઢ : સરપંચ-7, સભ્ય-19, ગઢડા-રાસાજી
: સરપંચ-3, સભ્ય-15, ગેડી : સરપંચ-4, સભ્ય-19, જેસડા : સરપંચ-3, સભ્ય-20, કલ્યાણપર : સરપંચ-3, સભ્ય-15, ખેંગારપર : સરપંચ-4, સભ્ય-13, કુડાજામપર : સરપંચ-5, સભ્ય-11, લોદ્રાણી : સરપંચ-3, સભ્ય-18, માખેલ : સરપંચ-2, સભ્ય-18, માંજુવાસ:
સરપંચ-5, સભ્ય-14, મોમાયમોરા : સરપંચ-2, સભ્ય-16, રામવાવ : સરપંચ-5, સભ્ય-29, સણવા : સરપંચ-5, સભ્ય-23, શાનગઢ : સરપંચ-4, સભ્ય-30, સુખપર : સરપંચ-2, સભ્ય-16, સુવઈ : સરપંચ-2, સભ્ય-7, ટીંડલવા
: સરપંચ-3, સભ્ય-14, વજેપર : સરપંચ-3, સભ્ય-14, વણોઈ
: સરપંચ-2, સભ્ય-14, બેલા : સરપંચ-2, સભ્ય-21, વિજાપર
: સરપંચ-4, સભ્ય-17, વ્રજવાણી : સરપંચ-3, સભ્યના
15 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં.
પેટાચૂંટણીના
સરપંચ - સભ્યપદના ઉમેદવારો
આડેસર
: સરપંચ-5, સાંય : સરપંચ-2, ગાગોદર : સભ્ય-1, બાદરગઢ
: સભ્ય-3, ભીમાસર : સભ્ય-2, ત્રંબૌ : સભ્ય-1, કીડિયાનગર
: સભ્ય-1, મોટી હમીરપર : સભ્ય-1, ગવરીપર : સભ્ય-1, ખીરઈ : સભ્ય-2. કુલ
સરપંચનાં દાવેદારો સાત અને સભ્યના ઉમેદવારો 12. બાકીની
માણાબા, કાનમેર, પલાંસવા, અમરાપર, નીલપર, ભુટકિયા,
મૌવાણા, મોડા, શાણપર,
આડેસર અને પ્રાગપરની અનુસૂચિત જનજાતિની સભ્યપદની બેઠકોમાં કોઈએ ઉમેદવારીપત્ર
ભર્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.