ભુજ, તા. 22 : લાંબા સમયથી ચાલતાં ભુજ સુધરાઈના
વ્યાયામને સરાજાહેર નિષ્ફળતા સાંપડી હોય તેમ શાકભાજીના ફેરિયા પૂરો એક દિવસ પણ ઓપનએર
થિયેટર સંકુલમાં ન બેસી ફરી પોતાની મુળ જગ્યા એટલે કે બસ સ્ટેશન, અનમ રિંગ રોડ પાસેના માર્ગો પર ગોઠવાઈ જતાં
તંત્રનું નાક કપાયું હોવાનું જાગૃત નાગરિકોમાં ચર્ચા જામી છે. ભુજમાં વિકરાળ બનેલી
ટ્રાફિક સમસ્યા હલ કરવાના ભાગરૂપે સુધરાઈના મુખ્ય અધિકારી, એલજીએનએમ
સહિતની શાખા અને નગર સેવકો, સ્ટાફનો લાંબા સમયનો વ્યાયામ વ્યર્થ
ગયો હતો અને બસ સ્ટેશન માર્ગ, અનમ રિંગ રોડ તથા આસપાસના વિસ્તારોમાં
ઉભતા શાકભાજીની લારીઓવાળાઓ ઓપનએરટ થિયેટરમાં બેસવાને બદલે તેમની મૂળ જગ્યાએ ફરી ઉભતા
થઈ ગયા હતા. છેલ્લા થોડા દિવસોથી ભુજ સુધરાઈ દ્વારા ઓપનએર થિયેટર સંકુલ ખાતે સફાઈ પ્લોટ પાળવા, પાણી, શૌચાલયની સુવિધા સહિતની સગવડો ઉભી કરી હતી અને
કચેરી ખાતે નોંધાયેલા શાકભાજીના ફેરિયાઓને બસ સ્ટેશન, અનમરિંગ
રોડ વિસ્તારમાંથી હટાવી ઓપનએર થિયેટર ખાતે પ્લોટ ફાળવી વ્યવસાય કરવા જણાવાયું હતું.
જો કે યેનકેન કારણોસર ફેરિયા પુરો એક દિવસ પણ ઓપનએર થિયેટરમાં ન ઉભી મૂળ જગ્યાએ માર્ગો પર
ઉભી જતાં સુધરાઈનું નાક પાયા જેવો તાલ થયો હોત. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ તંત્રને સાથે રાખી કોઈને પણ ફેરિયાને
બસ સ્ટેશન માર્ગ કે અનમ રિંગ રોડ પર ઉભવા નહીં દેવાની સુધરાઈની વાત પોકળ સાબિત થઈ હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, એક તરફ ભુજમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ બની
રહી છે અને બીજી તરફ જાહેર માર્ગો, ફુટપાથો, મુખ્ય વિસ્તારો પર લારી-ગલ્લાં ધારકોનો કબજો વધતો જાય છે. જેથી આમ નાગરિકોના
ભાગે ટ્રાફિક સમસ્યામાં પીસાવાનું અને જીવના જોખમે માર્ગ પર ચાલવાનું જ આવ્યું છે.
જેના પાછળ માત્રને માત્ર તંત્રની આંખ આડા કાનની નીતિ જ જવાબદાર હોવાનું જાગૃતો કરી
રહ્યા છે.