• ગુરુવાર, 01 મે, 2025

આંબેડકર જયંતીની કચ્છમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી

ભુજ, તા. 15 :  બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી કચ્છમાં વિવિધ કાર્યક્રમો સાથે ઊજવાઈ હતી. ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવા સાથે શોભાયાત્રા, આયુષ્માન કાર્ડ વિતરણ સહિત વિવિધ પ્રકારનાં સેવાકાર્યો હાથ ધરાયાં હતાં. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, મુંદરા : ડો. બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરી ભારતીય સંવિધાનના જય જયકાર સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લાના અધ્યક્ષ હિતેષ મહેશ્વરીનાં માર્ગદર્શન તળે ઉજવણી કરવામાં કરાઇ હતી.યુનિટના હરેશ મોથારિયા, કરણ ફફલ, કલ્પેશ સોંધરા, રમેશ ભર્યા, ધરમ ઝોલા, નવીન વિંઝોડા, દિનેશ મહેશ્વરી, દેવજી ફફલ, માવજી મહેશ્વરી વગેરે યુવાઓ, અગ્રણીઓ જોડાયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ : ડો. બાબાસાહેબની જન્મજયંતી નિમિત્તે આયોજિત નિ:શુલ્ક મેડિકલ કેમ્પમાં લગભગ 60 લોકોએ લાભ લીધો હતો.   વાછરાદાદા મંદિર શક્તિનગર, મુંદરામાં આયોજિત કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ સહમંત્રી મહાવીર જોશી, જિલ્લા સહમંત્રી ધવલ રાજગોર, મંદિરના ગાદીપતિ વાલા બાપાનગરના અધ્યક્ષ નરેન્દ્રાસિંહ ઝાલા, રણજિતાસિંહ જાડેજા, કેતન પ્રજાપતિ, જિગર રાજગોર, મયૂર સાધુ, દલપત મકવાણા, સુખદેવાસિંહ અસવાર તથા સમગ્ર ટીમ જોડાઇ હતી. ગીતા હોસ્પિટલના ડો. કૃપાનાથ અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો. સંયોજક નગર મંત્રી ભાવેશ ઠક્કર, ભગીરથાસિંહ રાયજાદા રહ્યા હતા. અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ અને લુણંગધામ  : પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને લુણંગધામ કુમાર છાત્રાલય દ્વારા ડો. બાબાસાહેબની જયંતીની ઉજવણી કરવામાં આવી. છાત્રાલયના વિદ્યાર્થીઓ મહેશ્વરી નિશાન, મહેશ્વરી ચિંતન, વાઘેલા ભાવિન, ગોરડિયા અનંત, વગોરા સોહમ દ્વારા વક્તવ્ય અપાયું હતું. મહામંત્રી ડો. એલ.વી. ફફલ દ્વારા બાબાસાહેબનાં જીવન અને કવનનો પરિચય આપવામાં આવ્યો હતો. અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ કિશોર પીંગોલ દ્વારા શુભકામના  અપાઇ હતી. ટ્રસ્ટના ટ્રસ્ટી વાલજી ફફલ, અશોક ગડણ, ગાવિંદ સિંચ, મંગલ ખાખલા, મંદિરના મહંત મગન દાદા, નરેન્દ્ર ઘેલા, શામજી દનીચા, જમનાદાસ ફફલ, વાણજી ભારા હાજર રહ્યા હતા. સંચાલન રામસી બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન : ગુજરાત પ્રદેશ પ્રમુખ સાધ અજીજની ઉપસ્થિતિમાં શક્તિ નગર મધ્યે આવેલી ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. જિલ્લા પ્રમુખ ડો. રમેશ રામજી મહેશ્વરી, મીડિયા પ્રભારી, જગદીશ ફફલ, માંડવી તા. પ્રમુખ, અમિત સંગાર, માંડવી તા.ના એરિયા સેક્રેટરી, હરેશ ધેડા, અંજાર તા. ઉપપ્રમુખ અબ્દુલ્લા લુહાર વિ. ઉપસ્થિત રહ્યા હતા. ભુજપુર, (તાલુકો મુંદરા) : બુદ્ધવિહારમાં ડો.  બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. સરપંચ લક્ષ્મીબેન નંજારતાલુકા ભાજપ પ્રમુખ શક્તાસિંહ જાડેજાતાલુકા પંચાયત પ્રમુખ મહિપતાસિંહ જાડેજાજિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્ર ગઢવી, જય  ભીમ યુવા સંગઠન તેમજ ઉપસ્થિત ગ્રામજનો દ્વારા પુષ્પાંજાલિ અર્પણ કરાઈ હતી. તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખનું સરપંચ શ્રીમતી નંજારે સન્માન કર્યું હતું.  ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે  રાપર ભાજપ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા, મહામંત્રી મદુભા વાઘેલા, ડાયાભાઈ રાઠોડ, પૂર્વ પ્રમુખ ઉમેશભાઈ સોની, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ કૌશિક બગડા, રાપર તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રામજી મુછડિયા, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, ઉપપ્રમુખ બબીબેન સોલંકી, અનિતાબેન મુછડિયા, રમેશ ચાવડા, મૂરજી પરમાર, ભગુદાન ગઢવી, રાણાભાઇ પરમાર, રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ડોલરરાય ગોર, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કર, ઉકાભાઇ મુછડિયા, ભરત ઠક્કર, નનુ ઠક્કર તથા મહિલા મોરચાના જસવંતીબેન મહેતા, અલ્પાબેન ગોસ્વામી, મનોરમાબેન સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આંબેડકર જયંતી નિમિત્તે મોટી રાયણમાં આંગણવાડીમાં સેવા ભારતી ગુજરાત સેવા સાધના કચ્છ પ્રેરિત સામાજિક સમરસતા મંચ માંડવી તાલુકા દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. ડો. અમિત ખત્રી, સંજય માકાણી તથા મોટી રાયણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સેવા આપી હતી. નખત્રાણા તાલુકાના વરમસેડા ગામે મેઘવંશી મારૂ સમાજ વરમસેડા દ્વારા રેલી યોજાઇ હતી. પ્રમુખ શાંતિ કાનજીભાઇ જયપાલ, કિશોર જયપાલ, ખજાનચી નવીન જયપાલ, ગોવિંદ જયપાલ, સરપંચ કાનજીભાઇ જોડાયા હતા. અંજારના બગીચા પાસે આવેલી બાબાસાહેબની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અનુસૂચિત જાતિ વકીલ મંડળના પ્રમુખ લાલજી કે. મહેશ્વરી તથા મંત્રી અક્ષત મહેશ્વરી, ખજાનચી પ્રેમજી મૂરજી મહેશ્વરી, પ્રેમજી ભોજરાજ મહેશ્વરી તથા સભ્ય વિજય મંગલ ફફલ, વિજય દાફડા, લક્ષ્મણ એ. મહેશ્વરી, જખુભાઈ ફફલ, વિનોદ એમ. મહેશ્વરી સહિતના વકીલ ઉપસ્થિત રહ્યા હતા. નખત્રાણા તાલુકાના નેત્રા ગામે  આંબેડકર યુવા ગ્રુપ દ્વારા - નેત્રા દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે ભીમરેલીનું આયોજન કરાયું હતું. સમાજની દીકરીઓએ બાબાસાહેબે કરેલા સંઘર્ષ અને જીવન પર પ્રકાશ પાડતું ઉદ્બોધન આપ્યું હતું. ગાવિંદ ગંઢેર, વિશ્રામ ગંઢેર, રાજેશ બલિયા, પ્રેમ બલિયા, ભરતભાઈ ગંઢેર, દેવજીભાઈ ગાડિયા, જીવરાજભાઈ ગંઢેર, હરજી ગંઢેર, કમલેશ ગંઢેર, નરેશ ગંઢેર, પ્રવીણ  પાયણ, લાલજી બલિયા, રવજી બલિયા, દીપક બલિયા, ખીમજી ગંઢેર, મેઘરાજ ગાડિયા, ગુરમીતાસિંહ, બાબુલાલ ગંઢેર સહિત આંબેડકર યુવા ગ્રુપ નેત્રાના તમામ યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન ખીમજીભાઇ ગંઢેરે કર્યું હતું. ભુજની સંસ્કૃત પાઠશાળા ખાતે હાટકેશ સેવા મંડળ અને અંબિકા મહિલા મંડળના સભ્યો દ્વારા ધાર્મિક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિભાકર અંતાણી, જયશ્રીબેન હાથી, હસમુખ વોરા, અનુપમ શુક્લ, હેમાંશુ અંતાણી, જિતેન્દ્ર છાયા, રોહિત પાઠક, જવનિકાબેન પાઠક, નિમિષ  વોરા, વત્સલાબેન શુક્લ, ધરિત્રીબેન વોરા, પારુલબેન બૂચ સહિત જોડાયા હતા. શૈક્ષિક મહાસંઘ : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ  દ્વારા ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ટાઉનહોલ પાસે ડો. બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. મહાસંઘના કાર્યકર્તાઓએ સેવાવસ્તી વિસ્તારોમાં જઈ બાળકોને ફરસાણ-મિષ્ટાન્નનું વિતરણ કર્યું હતું. તેજસ્વિની ગ્રુપના સંયોજિકા અને સમાજ સેવિકા એડવોકેટ રસિલાબેન પંડયાએ  સંકલન  કર્યું હતું. નયન વાંઝા, અલ્પેશ જાની, મહામંત્રી ધર્મેન્દ્ર પરમાર, અમોલભાઈ ધોળકિયા, તિમિર ગોર, કિશન પટેલ હાજર રહ્યા હતા. પ્રાથમિક શિક્ષક સમાજ  : પ્રાથમિક શિક્ષક સમાજ અને ઉત્કર્ષ મંડળના સયુંકત ઉપક્રમે બંધારણના ઘડવૈયાની 134મી જન્મજયંતીએ   શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.  હરાસિંહ જાડેજા, કાંતિભાઈ ગુસાઈ, દિનેશ વાણિયા, મહેશ જાદવ, જયેશ સોલંકી, ગિરીશ પરમાર, જયેશ પટેલ, કનુભાઈ વણકર સહિતના જોડાયા હતા. ભુજ તાલુકાના ડગાળા ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતીની ઉજવણી નિમિત્તે ભુજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ડાયાભાઈ વરચંદ, ડગાળા ગામના પૂર્વ સરપંચ માવજીભાઈ ઢીલા, વર્તમાન  સરપંચ વિરમભાઈ મેરિયાકરશન ભીમાણી, શંભુ ગરવા સહિતે શ્રદ્ધાસુમન અર્પ્યા હતા. સોનલનગર લખપત વિશ્વ હિન્દુ પરિષદ : સામાજિક સમરસતાના શિલ્પી બંધારણના ઘડવૈયાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. માતાના મઢ જિલ્લાના ધર્માચાર્ય વિપુલ દવે, નવીન મહેશ્વરી, દામજી મહેશ્વરી, કુલદીપભાઈ ચાવડા તેમજ અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા. સત્યમ સંસ્થા : સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવાકાર્ય કરવામાં આવ્યા હતા. દર્શક અંતાણી, નર્મદાબેન ગામોટ, મનજી ગામોટ, રાજુલાબેન શાહ તેમજ નરેન્દ્રભાઈ સ્વાદિયા ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ણિમ ભારત ફાઉન્ડેશન : ડો. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી અનુસંધાને  સ્વર્ણિમ ભારત ફાઉન્ડેશન દ્વારા `શ્રી ડો. આંબેડકરજી એક ચિરંજીવી આદર્શ' નામક એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  ફાઉન્ડેશન અધ્યક્ષ શ્રી રૂપમ વરૂએ જણાવેલું કે, ડો. બાબાસાહેબે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ ધર્મ વિભાવનાનું સૂત્રકલ્પ આપનાર વ્યક્તિવ રહ્યા છે. સુરેશ બીજલાની, મુંજાલ જાની, શાંતિલાલ રાઠોડ, અતુલ પાઠક, ઈલાબેન ચાવડાપૂનમ ગોર, વાલુબેન ધેડા, દેવાંશી સોની હાજર રહ્યા હતા.  કકરવામાં ભીમ વંદના : કકરવા ગામે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ તેમજ જયભીમ ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સમગ્ર ભચાઉ તાલુકો તેમજ કચ્છભરમાંથી લોકો ઊમટયા હતા. ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો ઘર-ઘર અને જનમાનસ સુધી પહોંચે તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજ્યો હતો. બહુજન સાહિત્યકાર વિશન કાથડ દ્વારા ડો. બાબાસાહેબના વિચારોને લોકો સુધી પહોંચાડવા જીવનર્પંત કાર્યરત રહી સમાજસેવા જ્યોત ચાલુ રાખવા જણાવ્યું હતું.  વિશન કાથડ, દિનેશ ગોહિલ, રામજી મેરિયા દ્વારા બાબાસાહેબનાં જીવન પર વિવિધ રચનાઓ રજૂ કરાઈ હતી. રામજીભાઈ લોચા, રમેશ કારેટ, સંત ચેતનદાસ, હરજીભાઈ, ભીમ સંગઠનના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.  મોટા અંગિયામાં નવતર ઉજવણી : દીકરીનાં નામે ઓળખાતા મોટા અંગિયા ગામે બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે અનોખી પહેલ કરવામાં આવી હતી. સરપંચ ઈકબાલ ઘાંચીએ બાલિકા પંચાયતની દીકરીઓને કોમ્પ્યુટર શીખવા માટે કલાસને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પાર્વતીબેન ગરવા, શંકરનાથ નાથબાવા, ફાતિમાબેન, મેમુનાબેન તુરિયા, જશીબેન રબારી, દીપકભાઈ ગોર, આંગણવાડીના રામીબેન આહીર હાજર રહ્યા હતા. બાલિકા પંચાયત સરપંચ મુક્તાબેન નાથાબાવાએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.  કોડાય ખાતે કોડાય મહેશ્વરી સમાજના આગેવાનો દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણી કરાઈ હતી. મહેશ્વરી સમાજના આગેવાનો શિવજીભાઈ શિંગરખિયા, પ્રેમજી માતંગ, ધારશીભાઈ ભીમા, જીવરાજ લાખિયા, લખુભાઈ આતુ, હરેશ બીજલશિવજી લાખા, વિરમ થાવર અને સર્વ સમાજ આગેવાનોએ પુષ્પાંજલિ આપી હતી.  ખીરસરા નેત્રા ગામે બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે તમામ સમાજના વડીલોની સાથે સરપંચ  પ્રતિનિધિ રવાભાઈ રાણા રબારી, દિનેશ  વાઘેલા, ન્યાય સમિતિના ચેરમેન વનિતાબેન  વાઘેલા, મનુભાઈ પટેલ, હીરાભાઈ વાઘેલા, ચૂનીલાલ બળિયા, હમીર જુમાં કોલી, હાર્દિક ગોસ્વામી, જેઠાભાઈ ગઢવી, ભવન દેવજી પટેલ, પટેલ દીપક, પટેલ વિઠલભાઈ, ડાયાભાઈ વાઘેલા, વાઘેલા રમેશ મેગજીભાઈ, વાઘેલા મગનભાઈ, બળિયા કાનજી, બળિયા હરેશ, રામજી વાઘેલા, કમલેશ વાઘેલા, કિશોર વાઘેલા, મોહનભાઈ વાઘેલા, મુરજીભાઈ બળિયા, દિનેશ બળિયા, મનજી બળિયા, વાઘેલા અજય, વાઘેલા વિજય રમેશ, વાઘેલા હરેશ, વાઘેલા યોગેશ, વાઘેલા પ્રવીણ, વાઘેલા દીપક, વાઘેલા પ્રીતમ, વાઘેલા વિજય મગનભાઈ, વાઘેલા હિતેશ, વાઘેલા રમેશ, વાઘેલા જય, વાઘેલા કિશોર મગજીભાઈ, હરેશ મેઘજીભાઈ, વાઘેલા વિજય દિનેશ સહિતે હાજરી આપી હતી.  કુકમામાં મહિલા એકતા રેલી : કુકમા ખાતે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ગામની ગલીઓ અને શેરીઓમાંથી  જયભીમના નારા સાથે મહિલા એકતા રેલી નીકળી હતી. ધનુબેન મહેશ્વરી, કંકુબેન અમૃતલાલ વણકર, હંસાબેન પી. મહેશ્વરીમીનાબેન મહેશ્વરી, નાનુબેન વણકર, પ્રેમિલાબેન પાતારિયા સહિતની મહિલાઓ જોડાઈ હતી. જન્મોત્સવ સમારંભમાં મહિલા સરપંચ રસિલાબેન રાઠોડ, ઉપસરપંચ ભરતસિંહ સોઢા, ન્યાય સમિતિના ચેરમેન ભચુભાઈ મહેશ્વરી, સદસ્યો કંકુબેન વણકર, અમૃતલાલ વણકર, નરશીભાઈ ગરાસિયા, ગીતાબેન વરૂ, જયનેશભાઈ વરૂ, પરેશભાઈ મહેશ્વરી, પી.એમ. મહેશ્વરીસુરાભાઈ, દેવરાજભાઈ આહીર, અરવિંદભાઈ આહીર વગેરેએ બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કરી શિક્ષિત અને સંગઠિત થઈ બાબાસાહેબનાં અધૂરાં કાર્યોને પૂરાં કરવાની નેમ વ્યક્ત કરાઈ હતી. નિરોણામાં આયુષ્માન કાર્ડ અર્પણ : નિરોણા ખાતે ડો. ભીમરાવ આંબેડકરની 134ની જન્મજયંતી હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવી હતી. નિરોણા જૂથ ગ્રા. પંચાયત, મહેશ્વરી અને મારૂ (મેઘવાળ) સમાજના સંયુક્ત ઉપક્રમે ગ્રા. પંચાયતનાં પટાંગણમાં યોજાયેલા જન્મોત્સવ પ્રસંગે અગ્રણી નરોત્તમભાઈ આહીર (સરપંચ), ખેંગારજી સોઢા (ઉપસરપંચ), હરદીપસિંહ પરમાર (પીએસઆઈ), ખેંગારભાઈ નજાર, દિલીપભાઈ મહેશ્વરી, કાનજીભાઈ નજાર, વાલાભાઈ મહેશ્વરી, ખેંગારભાઈ આહીર, રાજુભાઈ દરજી, મયૂરભાઈ ભાનુશાલી, તખતસિંહ સોઢા, જશાભાઈ આહીર, દેવશીભાઈ મારવાડા, સામજી જોગેલ, જેઠાભાઈ નજાર, સુનીલ માતંગ, ઉમરભાઈ કુંભાર, રમેશભાઈ પત્રકાર, નારણ નજાર, ખેતશી નજાર, વેરસીભાઈ મહેશ્વરી, ગોવિંદ માતંગ, સાલેમામદ ખલીફા, વીરમભાઈ આહીર સહિતે બાબાસાહેબની પ્રતિમાને હારારોપણ કર્યું હતું. પ્રદેશ મહેશ્વરી (મેઘવાળ) સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા. 140 જેટલા પરિવારના સભ્યોના તૈયાર થયેલા આયુષ્માન કાર્ડનું અગ્રણીઓ દ્વારા વિતરણ કરાયું હતું. સ્વ. નાથાભાઈ હરજી નજાર પરિવારના શિવજીભાઈ નજાર દ્વારા ગામની શાળાઓ, પોલીસ સ્ટેશન, કચ્છમિત્ર બ્યૂરો સહિતની કચેરીમાં ડો. બાબાસાહેબની છબીઓ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ માતંગ અને આભારવિધિ સુનીલ માતંગે કરી હતી. અબડાસાનાં વાયોર ખાતે 16 ગામના મેઘવંશી મારૂ વણકર સમાજ દ્વારા ડો. આંબેડકરની જન્મજયંતી ઊજવાઈ હતી. પ્રમુખ શંકરભાઈ સીજુ, ઉપપ્રમુખ દેવશીભાઈ કાગિયા, મંત્રી દેવશી સોધમ, ખજાનચી ગોપાલ જેપાર, પચાણભાઈ સોધમ સહિત ઉપસ્થિત રહ્યા હતા. પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ જુજારભાઈ ગઢવી, કાંતાબેન પટેલ, રાજેન્દ્રસિંહ ગોહિલ, રાજેશ મહેશ્વરી, ઈશાભાઈ કુંભાર, ગોવિંદભાઈ મારવાડા, રાજીવ લોંચા હાજર રહ્યા હતા. સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે ટ્રસ્ટી મંડળ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતીની ઉજવણી કરી હતી. દાતા ટ્રસ્ટી મહેશભાઈ બગડા દ્વારા રૂા.11000નું દાન અપાયું હતું. કાર્યકારી પ્રમુખ ગોવિંદભાઈ વાણિયા, મંત્રી વિશ્રામભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકાનાં ફુલરામાં સરપંચ અલીમામદ જતનાં અધ્યક્ષપદે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. દયાપર ખાતે તા. પં. કચેરીનાં પ્રાંગણમાં ડો. આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરાયું હતું. નખત્રાણા તાલુકાનાં મુરૂ ગામે મહેશ્વરી સમાજ યુવા સંગઠન દ્વારા ડો. ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતી ઉજવણી પ્રસંગે પ્રા. શાળામાં હારારોપણ કરાયું હતું. વક્તા દ્વારા આંબેડકર સાહેબ દ્વારા જીવનમાં કરાયેલા સંઘર્ષો, સત્કાર્યો વિશે માહિતગાર કરાયા હતા.  માંડવી તાલુકાનાં ગઢશીશામાં ગઢશીશા ગ્રામ પંચાયતનાં સરપંચ કોમલબેન ગોસ્વામીનાં અધ્યક્ષ સ્થાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મજયંતી ઊજવવામાં આવી હતી. વિશેષ વ્યક્તિઓ દ્વારા બાબાસાહેબનાં જીવન ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ રંગાણી, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ રામાણી, તાલુકા ભાજપ મંત્રી ખુશીબેન ચોથાણી. વિજયભાઈ છાભૈયા, સંજયગિરિ ગોસ્વામી, ગીતાબેન દિનેશભાઈ આંઠુ, ભવ્ય સોની, નવીન આંઠુ  ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાનજીભાઈ આંઠુ, મોહનભાઇ આંઠુ, ગોપાલભાઈ આંઠુ, બાબુલાલભાઈ રાઠોડ, ભીમભાઈ રાઠોડ, કલ્પેશ આંઠુ, વાલજીભાઈ આઠું, હસમુખ આંઠુ, અશોક ગરવા, વિનોદભાઈ આંઠુ, મહેશ આંઠુ, લાલજીભાઈ આંઠુ, ભરતભાઇ આંઠુ, નવીન આંઠુએ ખાસ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ ગોપાલભાઈ આંઠુ અને સંચાલન કાનજી મહેશ્વરીએ કર્યું હતું.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd