ભુજ, તા. 15 : રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
યોજના અન્વયે દર વર્ષે રાજ્યના સેંકડો બાળકોની આરોગ્ય તપાસ કરી બાળકોની સ્વાસ્થ્ય સમસ્યાઓની
સમયસર ઓળખ, નિદાન અને સારવાર કરવામાં
આવે છે. યોજનાના પરિણામે અનેક બાળકોને ગંભીર બીમારીમાંથી જીવતદાન મળ્યું છે. જેમાં
કચ્છના અંજારના નવાનગર વિસ્તારના રહેવાસી ઘાંચી પરિવારના નવજાત બાળકનો પણ સમાવેશ થાય છે.
અંજારમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની થકી શહેરના નવાનગરના કાસમભાઇ
ઘાચીનું બાળક ફરી હસતું રમતું્ થયું છે. આ નવજાત બાળકનું નીચલું જડબું અવિકસિત હતું.
જન્મથી જ ઙ્ગદ્યડ્ડણુ રોબિન દૃદ્યજીય્ખ્ય્ણુઠ્ઠઙ્ઘ નામની ગંભીર બીમારી ધરાવતા બાળકને તેના મોઢાનું નીચલું જડબુ જીભને પાછળ
ધકેલી દેતું હતું. જેનાથી શ્વાસનળીના માર્ગમાં અવરોધ ઉભો થતો હતો અને તેના કારણે શ્વાસ
લેવામાં પણ તકલીફ ઊભી થતી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને પ્રયત્નોથી
અંજારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા આ બાળકને 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે અમદાવાદ
સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યું હતું. જ્યાં અમદાવાદની સિવીલ હોસ્પિટલનાં
નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી બાળકની જીભને મોઢાની પાછળની બાજુમાં
ખુલ્લી જગ્યામાં સ્થાનાંતરિત કરાઈ હતી. આમ આ યોજના થકી બાળકને જીવનદાન મળ્યું હતું.
બાળકના માતા-પિતાએ રાજ્ય સરકાર અને કચ્છની આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.