• ગુરુવાર, 01 મે, 2025

યુવાનો સદ્ગુણો પ્રત્યે અનુરાગ, ઈમાનદારી, પારદર્શકતા રાખે

ગાંધીધામ, તા. 15   : સંતોનાં જીવનમાં  સદ્ગુણો પલ્લવીત હોય છે.  જો સાથે સાથે સંતોમાં  જ્ઞાન હોય, તો  સોનામાં સુગંધ ભળે. સંતો પાસે જઈએ તો આત્માને ખોરાક મળે. યુવાનીનો સમયગાળો  શારીરિક અને  અનુભવની દૃષ્ટિએ શ્રેષ્ઠ હોય છે તેવું  આચાર્ય મહાશ્રમણજીએ આધ્યાત્મિક ઉત્સવમાં યુવા સમેલનને સંબોધતા જણાવ્યું હતું. આચાર્યએ પ્રવચનમાં કહ્યું હતુ કે, બાળપણ અને વૃદ્ધાવસ્થામાં કેટલીક બાબતોમાં સમાનતા હોય છે. યૌવન જ્ઞાન  વર્ધન માટે અનુકુળ હોય છે. શારીરિક ક્ષમતા પણ યુવાનીમાં  યોગ્ય રીતે જોવા મળે છે. તેમણે યુવાવસ્થાનો  સદ્ઉપયોગ કરવા  શીખ આપી હતી. યુવાનીરૂપ મોતી  ખોવાઈ જાય પછી  પાછું મળતું નથી. યુવાની જતાં પહેલાં સારાં કાર્યોમાં તેનો સદ્ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. યુવાનોને સદ્ગુણો પ્રત્યે અનુરાગ, ધંધામાં  ઈમાનદારી, નૈતિકતા અને પારદર્શકતા રાખવા પ્રયત્યન કરવા, નશાથી મુક્ત રહેવા અને મારા વડે કોઈને અગવડતા ન  થવી જોઈએ તેવી ભાવના રાખવા આચાર્યએ જણાવ્યું હતું. મુનિ દિનેશકુમારજીએ જિનેશ્વર દ્વારા પ્રતિપાદિત  ધર્મમાં સતત શ્રદ્ધા રાખીને કર્મ બંધનમાંથી મુક્ત રહેવું જોઈએ  તેવું જણાવ્યું હતું. મનુષ્યએ પોતાની બુદ્ધિનો ઉપયોગ ધર્મ કાર્યમાં પ્રવર્ત રહેવા માટે કરવો જોઈએ તેવું કહ્યું હતું.  મુનિ યોગેશકુમારજીએ થોમસ એડિસનનું ઉદાહરણ આપતાં કહ્યુyં હતું કે, એડિસને યુવાવસ્થામાં  શોધ દરમ્યાન ફેકટરી સળગી ગઈ તેનો શોક વ્યક્ત ન કર્યો, પરંતુ સકારાત્મક  પ્રત્યાઘાત આપતા કહ્યું કે, મારી ભુલ મારો દોષ સળગી ગયો અને તેમણે વિજળીની શોધ કરી. તેમેણ હિંમત અને ધૈર્યથી મુશ્કેલીનો સામનો કરવા શીખ આપી હતી. તેરાપંથ સભાના અધ્યક્ષ  અશોકકુમાર સિંઘવીએ યુવાનોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કેયુવાનો અહીંથી બોધ મેળવીને  પોતાનાં જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે. તેરાપંથ યુવક પરિષદના મંત્રી રોહિત ઠેલડિયાએ સેવા, સંસ્કાર અને સંગઠનના સિદ્ધાંતોને અપનાવવા યુવા પરિષદને હાકલ કરી હતી. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય, રાકેશ શેઠિયા, અનંત ભનશાલીમુકેશ પારેખજ્ઞાનચંદજી, ધર્મેશ દોશીઆવકવેરાના કમીશનર  વિન્ડસન કોલાકકિરોડીમલ ગોયલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા  યુવક પરિષદના મુકેશ સિંઘવી, રોહિત ઢેલડિયા, મહિલા મંડળના અધ્યક્ષ મંજુબેન સિંઘવી, મંત્રી ડિમ્પલબેન ખાટેડ  અને તેમની ટીમ સહયોગી બની હતી. દરમ્યાન શુક્રવારે પ્રવચન આપતા આચાર્ય મહાશ્રમણજીએ કહ્યું હતું કે, આત્માની પરમ અવસ્થા મોક્ષ છે. નવ તત્ત્વમાં મોક્ષ સિદ્ધત્વની અવસ્થા છે. આત્મા સર્વકર્મ મુક્ત અવસ્થા પ્રાપ્ત કરે તે મોક્ષ છે. સંવર અને નિર્જરા બંને મોક્ષનાં કારણ છે. સંવર કર્મોને આવતા અટકાવે છે. જ્યારે નિર્જરા પૂર્વ સંચિત કર્મોને નષ્ટ કરે છે. જે આત્મા એક વખત સંવર પ્રાપ્ત કરે છે, તે નિશ્ચિત મોક્ષ પ્રાપ્ત કરવાવાળો હોય છે. અભવ્ય જીવ પણ નવમે ગોવેયક સુધી જઇ શકે છે જેને સમ્યક્ત્ય પ્રાપ્ત થાય છે તે મોક્ષ ગામી બને છે, પરંતુ જે માત્ર નિર્જરાની સાધના કરે છે તે મોક્ષગામી બને તે જરૂરી નથી. એટલે નિર્જરાની અપેક્ષાએ સંવર વધારે મહત્ત્વપૂર્ણ  જણાતી હોવાનું કહ્યું હતું.   આ વેળાએ જ્ઞાન શાળાનાં બાળકોએ નાના પ્રશ્નોનાં રૂપમાં પ્રસ્તુતિ કરી હતી. અણુવ્રત સમિતિના  અધ્યયક્ષ  અનંત શેઠિયાએ અણુવ્રતો વિશે માહિતી આપી હતી.  આર્ય સમાજના અધ્યક્ષ વાચોનિધિ આર્ય, તેરાપંથ સભાના પૂર્વ અધ્યક્ષ પારમસલ ખાટેડપૂર્વ ઉપાધ્યક્ષ  હનુમાન મલજી  ભનસાલીસોહનલાલ બાલડહિરાલાલ જૈન, મુકેશ પારેખ, પચપદરા ઓસવાલ સમાજના અધ્યક્ષ ગૌતમચંદજી ચાલેચાએ વક્તવ્ય આપ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd