• શુક્રવાર, 28 માર્ચ, 2025

હાર્ટએટેક અટકાવવા ભુજમાં મેડિકલ કેમ્પ યોજાયો

ભુજ, તા.13 : સીઆઈએસએફના 56માં સ્થાપના દિવસે એરપોર્ટ ખાતે યોજાયેલા હાર્ટએટેક અટકાવોની ઝુંબેશ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં સીઆઈએસએફના જવાનો જોડાયા હતા. શાંતિનિકેતન ફાઉન્ડેશનના ટ્રસ્ટીને અવારનવાર પ્રવાસ દરમ્યાન એરપોર્ટના સ્ટાફ સાથે વાતચીત કરતા યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધ્યું હોવાની જાણકારી મળતાં ફાઉન્ડેશનના સહયોગથી કચ્છમિત્ર મીડિયા પાર્ટનરના પ્રચાર-પ્રાસાર સહકાર દ્વારા હૃદયરોગ અટકાવો મેડિકલ કેમ્પ યોજાયો હતો. ભુજ એરપોર્ટના મુખ્ય એરપોર્ટ સુરક્ષા અધિકારી સીઆઈએસએફ અખિલેશ કુમાર પાંડે, ઈન્સપેકટર તથા ઓપરેશનલ વડા સમીરન પોલ તથા એરપોર્ટ ડાયરેકટર નવીનકુમાર સાગરે સહકાર આપ્યો હતો.  શાંતિનિકેતન ફાઉન્ડેશનના મુકેશભાઈ પારેખ, અનુભાઈ કોટક, ભાવેશભાઈ ચાવડા, ધવલનભાઈ ચાવડા તથા ભગત લેબ સ્ટાફે સેવા આપી હતી.  જિલ્લામાં અગાઉ બે લાખથી પણ વધુ વૃક્ષોનું વાવેતર શાંતિનિકેત ફાઉન્ડેશન દ્વારા કરાયું હતું. શાંતિનિકેતન ફાઉન્ડેશનના દુબઈ સ્થિત મોવડીઓ અશોકભાલ દોશી, તથા યોગેશભાઈ દોશી થોડા સમય પહેલાં  યોજાયેલી સીઆઈએસએફ સાયકલોથોન રેલીના પણ સહયોગી રહ્યા  હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd