• રવિવાર, 26 જાન્યુઆરી, 2025

હવે વગડામાંયે પશુઓની નોંધણી કરાશે

ભુજ, તા. 6 : પાણી-ચારાની શોધમાં પોતાના ઘર-બાર છોડી પોતાના પશુધન સાથે વિચરણ કરતા માલધારીઓના પશુઓ આ વખતની પશુ ગણતરીમાં બાકી રહી  ન જાય તે માટે નિમાયેલા ગણતરીદારોએ વન-વગડામાં જઈ આ પશુઓની ગણતરી કરવી પડશે તેવું કચ્છની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભારત સરકારના નિયામક-પશુપાલન સાંખ્યીકી અધિકારી વી.પી.સીંગે બોલાવેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના સમિતિ ખંડ ખાતે પત્રકારોને સંબોધતાં શ્રી સીંગે જણાવ્યું કે, દેશમાં ચાલી રહેલી પશુધન ગણતરીમાં કચ્છ કે ગુજરાત અથવા તો અન્ય કોઈ રાજ્યમાં સ્થળાંતર કરી વગડામા વસવાટ કરતા માલધારીઓના ઘેટાં-બકરાથી લઈને ગાય-ભેંસ સહિતના પશુઓ ગણતરીમાં બાકી ન રહી જાય તે માટે ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી એવું બનતું હતું કે, પશુધન ગણતરી વખતે ગણતરીદારો માત્ર માલધારીઓના ઘેરઘેર જઈ હાજર પશુઓની ગણતરી કરતા હતા, જેના કારણે પાણી-ચારાની શોધમાં નીકળી ગયેલા માલધારીઓના પશુઓ ગણતરીમાં રહી જતા હતા, તેથી ભારત સરકારે ચાલુ વર્ષે વન-વગડામાં વિચરતા પશુઓનીયે ગણતરી થઈ શકે તેવું આયોજન ગોઠવ્યું છે, તેથી કચ્છના માલધારીઓ ગમે તે રાજ્યમાં હોય ત્યાં તેમના પશુઓની ગણતરી ગણતરીદારોએ ત્યાં  જઈને મોબાઈલ એપ્લીકેશન મારફતે કરવાની રહેશે. જો પશુઓની સાચી સંખ્યા જાણી શકાય તો તે પ્રમાણે ભારત સરકાર દ્વારા બજેટમાં પણ તેની ફાળવણી થઈ શકશે, તો ગમે તે રાજ્યમાં કુદરતી આફતો વખતે મરણ પામતા કચ્છના માલધારીઓને તેમના પશુઓનું વળતર મળી શકશે. બીજીતરફ કચ્છની સહજીવન સંસ્થા કચ્છ ઉપરાંત દેશના અન્ય  રાજ્યોની સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી ત્યાંના માલધારીઓને મદદરૂપ બની રહી હોવાનું સંસ્થાના રમેશ ભટ્ટીએ વધુમાં જણાવ્યું હતું. કચ્છમાં સૌથી વધારે માલધારી સમુદાયો જોવા મળે છે. હાલમાં પશુધન ગણના ચાલી રહી છે, જેમાં સમગ્ર ગુજરાતમાં કચ્છ જિલ્લો પશુધન ગણનામાંસૌથી અગ્રેસર છે. કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં માલધારીઓની બહોળી સંખ્યા હોવાથી પશુધન ગણનામાં તેમની ગણના અંગે બહોળી જાગૃતિ, પ્રચાર-પ્રસાર અને મૂલ્યાંકન માટે ભારત સરકાર પશુપાલન મંત્રાલયના પશુધન સ્ટેટાસ્ટીકના ડાયરેકટર વિશ્વનાથ પ્રતાપ સીઘે કચ્છના બન્ની વિસ્તારના ગોરેવાલી ગામમાં માલધારીઓ સાથે બન્ની ભેંસ, કાંકરેજ ગાય રાખતા માલધારીઓની ગણતરી તેમની હાજરીમાં કરી હતી, ત્યારબાદ પચ્છમના તુગા ગામના સમા માલધારીઓની કાંકરેજ ગાયની મુલાકાત, ખડીરના જનાણ ગામના રબારી માલધારીની ઉંટ, બાંભણકા ગામના સોઢા સમુદાયના ઘેંટા-બકરા જેવા પશુધનની મોબાઇલ એપ દ્રારા ગણનરી તેમની રૂબરૂમાં કરાવી હતી. આ મુલાકાતમાં ગાંધીનગરથી આવેલ નાયબ પશુપાનલ નિયામક ડો. ધીરેન્દ્ર કાપડીયા, કચ્છના નાયબ પશુપાલન નિયામક ડો. આર.ડી. પટેલ, ડો. એન.ટી. નાથાણી, જભાર સમા સાથે રહયા હતા. કચ્છમાં ચાલી રહેલ પશુધન ગણનાથી સમગ્ર કામગીરીથી કેન્દ્રીય પશુપાલન નિયામકે સરાહના કરી હતી, ઉપરાંત માલારીઓને ગણતરીમાં લેવા માટે સહજીવન સંસ્થાની ભૂમિકા અને તેમની ટીમની કામગીરીની ખાસ નોંધ લીધી હતી, પશુપાલન વિભાગ અને સહજીવન સંસ્થા સંકલન કરીને સચોટ કામગીરી કરવા સુચવ્યુ હતું. તેમજ જે જે માલધારી સમુદાયો છે, તેઓ કચ્છમાં કે ગુજરાતમાં કોઇ પણ જગ્યાએ પોતાના પશુઓ સાથે સ્થાળાંતર કરતા હોય તેમનો કોઇ પણ પરીવાર અને એક પણ પશુધન ગણતરીમાંથી છુટી ના જાય તેની ખાસ તકેદારી લેવા પશુપાલન વિભાગ-ગુજરાત અને કચ્છની પશુપાનલ ટીમને ખાસ તાકીદ કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd