જયેશ શાહ દ્વારા : માંડવી, તા. 11 : નવલી નવરાત્રિનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે
માંડવી વિસ્તાર પણ અંતિમ તબક્કામાંથી પસાર થાય છે તેમ તેમ ખેલૈયાઓ મન મૂકીને આદ્યશકિતના
ગરબા મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. હિન્દુ યુવા સંગઠન ભારત તથા સમસ્ત હિન્દુ સમાજ
દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રાઉન્ડ ખાતે તેમજ નીલકંઠનગર સોસાયટીમાં યોજાતી ગરબી
ઉપરાંત દરેક વિસ્તારોમાં શેરી ગરબા જેવો માહોલ પરંપરાગતનો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા 7પ વર્ષથી સાંજના સમયે કોડાયા ફળિયામાં
આશાપુરા ગરબી મંડળ દ્વારા સાંજના બાલિકા રાસઉત્સવ ઊજવાય છે. દરરોજ વેશભૂષા સંતો-સનાતન ધર્મ-ઐતિહાસિક પાત્રોમાં
વેશભૂષા, ગરબા-આરતી ડેકોરેશન, લોકજાગૃતિ સંદેશા આપતી વેશભૂષા, દાંડિયારાસ હરીફાઇ, ગરબા
હરીફાઇ, સાઇકલરાસ, દેવી-દેવતાની વેશભૂષા જેવા વિવિધ આયોજનો કરવામાં આવે છે. બાલિકાઓને
દરરોજ પ્રતીક ભેટ અપાય છે. જ્યારે છેલ્લા દિવસે વિવિધ દાતાઓ તરફથી મોકલાવાયેલી ભેટો
બાલિકાઓને આપવામાં આવે છે. શહેરમાં યોજાતી ગરબીઓમાં ભવાની રાસગરબી મંડળ દ્વારા સુભાષ
માર્ગમાં, મંછાદેવી ગરબી મંડળ દ્વારા કે. ટી. શાહ રોડ ખાતે, સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન
દ્વારા સાંજીપડીમાં, હર્ષિદા ગરબી મંડળ દ્વારા શાકમાર્કેટની પાછળ, બ્રહ્મ ક્ષત્રિય
હિંગલાજ ગરબી મંડળ દ્વારા રંગચુલીમાં, રાણેશ્વર ગરબી મંડળ દ્વારા રાણેશ્વર મંદિરે,
કચ્છી પરજિયા પટ્ટણી સોની જ્ઞાતિ યુવક મંડળ દ્વારા સાગરવાડી, અંબિકા ગરબી મંડળ દ્વારા
નવાપુરા પાંચ મંદિરે, આશાપુરા ગરબી મંડળ દ્વારા કોડાયા ફળિયા, ભાનુશાલી મહાજન દ્વારા
તળાવવાળા નાકા પાસે વિઠ્ઠલવાડીમાં નવરાત્રિ યોજાય છે. હિંગલાજ ગરબી મંડળ દ્વારા સલાટ
ચોક નવાપુરામાં, ધવલ નગર-ર મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક ગ્રાઉન્ડમાં, નવાપુરા મિત્ર
મંડળ દ્વારા નવાપુરા, આશાપુરા ગરબી મિત્ર મંડળ દ્વારા જી.ટી ગ્રાઉન્ડની સામે, અન્નપૂર્ણા
ગરબી મંડળ દ્વારા વિજયનગર, હરિ ઉમા ગરબી મંડળ દ્વારા ઉમિયાનગર, ગરબીચોક, ધવલનગર, સંસ્કારનગર,
ગરબી મિત્ર મંડળ દ્વારા ધવલ નગર-1 સાર્વજનિક ગ્રાઉન્ડમાં, માંડવી શ્રીમાળી સોની જ્ઞાતિ
દ્વારા નવાપુરા વાઘેશ્વરી મંદિરે, ધવલ નગર-3 મિત્ર મંડળ દ્વારા ધવલ નગર-3માં, અંબિકા
ગરબી મંડળ દ્વારા નિત્યાનંદ બાબાવાડી ખાતે, મહાકાલી ચામુંડા ગરબી મંડળ દ્વારા લક્ષ્મીનારાયણ
ચોકમાં, કાલિકા રાસ મંડળ દ્વારા હવેલીચોક ખાતે,
પીઠડ ચોક ગરબી મંડળ દ્વારા પીઠડ ચોકમાં, લુહાર ચોક ગરબી મંડળ દ્વારા લુહાર ચોકમાં,
અયોધ્યાનગર નવરાત્રિ મંડળ દ્વારા ગરબીચોક અયોધ્યા નગરમાં તેમજ અનેકવિધ જગ્યાએ નવરાત્રિની
ઉજવણી થાય છે. દરેક જગ્યાઓએ વિવિધ સમિતિઓ નવરાત્રિ ઉત્સવની ઉજવણીમાં ઓતપ્રોત છે. દરેક
નવરાત્રિમાં પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. - ગામડાંઓમાં ગરબી : ઉત્સવો અને તહેવારોની સાચી રંગત, ગરબીની સંસ્કૃતિનું જતન ગ્રામીણ કક્ષાએ જ જાળવી રાખવામાં આવે છે. પરંપરાગત
રીતે ઉત્સવને મહોત્સવમાં ઝીલવાનું અનેરો હુન્નર ગામડાંઓમાં અચરજ પમાડે તેવો હોવાથી વિશાળ આયોજનો દ્વારા ખરા અર્થમાં નવરાત્રિની ઉજવણી
માંડવીના ગોધરા અને કાઠડા ગામે થાય છે. સાંસ્કૃતિક અસ્મિતાનું જતન કરતાં આ ગામડાઓમાં
દોહા - છંદના સથવારે ગરબાની રમઝટ તેમજ જીવન જીવવાની શીખ આપતા નાટકો બખૂબી રીતે ભજવવામાં
આવે છે. ગોધરા-અંબેધામના પટાંગણમાં પૌરાણિક છંદ-દોહા ગરબા ઉપર રાઉન્ડમાં ખેલૈયાઓ રાસની
રમઝટ બોલાવે છે. માંડવી તાલુકાભરમાંથી ઉપરાંત ભુજ, મુંદરા, અબડાસા સહિત પંથકભરમાંથી
લોકો ગોધરાની ગરબી નિહાળવા અને રમવા આવે છે. સાથોસાથ નવરાત્રિના આ મહોત્સવને માણવા
ગોધરાવાસી મુંબઈગરાઓ પણ ઊમટે છે. અંબેધામ-ગોધરાની નવરાત્રિ માણવા દરરોજ મોટી મેદની
ઊમટે છે. જય અંબે સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત નવરાત્રિ મહોત્સવ ર0ર4 દ્વારા અંબેધામ ગોધરામાં
છેલ્લા લગભગ 33 વર્ષથી મહોત્સવ ઊજવાય છે, જેમાં વર્તમાન સમયમાં પણ આપણી ભારતની પારંપરિક
સંસ્કૃતિ તેમજ સનાતન ધર્મના નિયમોને પ્રાથમિકતા આપી ગરબી ઊજવાય છે. કોઇ પણ પ્રકારના
ફિલ્મી ગીતો ગવાતા નથી તેમજ માતાજીના ભકતો અને ખેલૈયાઓને પ્રોત્સાહનરૂપે રોજના અલગ
અલગ ઈનામો આપવામાં આવે છે, જેનો નિર્ણય લેવા માટે નિર્ણાયકોને પણ બહારથી બોલાવવામાં
આવે છે. નવરાત્રિમાં આદ્યશકિતની આરાધના - રાસગરબાની સાથે નાટકોનું આયોજન આધુનિક સમયમાં
ચાલુ છે અને ગામના નવયુવાનો પણ તેમાં ઉત્સાહથી સામેલ થાય છે. કાઠડા નવરાત્રિ મિત્ર
મંડળના ડાયરેકટર મૂરજીભાઇ કાનાણી તથા પ્રમુખ ગોપાલભાઈ કારિયાએ કહ્યું કે, આવળ ચોકમાં
ભજવાતા નાટકો આજે 86મા વર્ષે અકબંધ રહીને સંસ્કૃતિ સાથે ઈતિહાસ ઉજાગર કરે છે. આજના
આધુનિક અને ઝડપી યુગમાં નાટકો ભજવી સંસ્કૃતિ ટકાવવી અઘરી છે, અનેક પડદા તથા પડદા પાછળના
કલાકારોના સહયોગથી આ કાર્ય થઇ રહ્યું છે. ચાલુ વર્ષે `વીર રામવાડો' તથા `મા કે પત્ની' બંને નાટક એક વખત ભજવાઈ ગયાં
છે. હજુ એક વખત ભજવાશે, જેમાં આઠ વર્ષથી માંડીને પપ વર્ષના કલાકારો ભાગ લઈ રહ્યા છે.
નવરાત્રિ મિત્ર મંડળના ર00 સભ્યની ટીમ સહયોગી બની છે. પ0થી વધુ કલાકારો નાટક ભજવી આવળ
માની આરાધના કરે છે, તેવું જણાવાયું હતું.