ભુજ, તા. 4 : લાખોંદની ડો. ભક્તિ ગઢવીએ તોલાણી કોલેજ ઓફ કોમર્સના
આચાર્ય પ્રો. મનીષ પંડયાના માર્ગદર્શન હેઠળ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિ.
ભુજના અંગ્રેજી વિભાગમાંથી `મહાત્મા ગાંધીના પસંદગીના કાર્યોમાં વર્ણન અને પ્રવચનોનો અભ્યાસ'
વિષય પર પીએચ.ડી. પૂર્ણ કર્યું હતું. લાખોંદમાં રાશનની દુકાન ધરાવતા પિતાની પુત્રી
ડો. ભક્તિએ એરલાઇન્સ અને જેટ એરવેઝમાં ગ્રાઉન્ડ સ્ટાફમાં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત
બી.એડ., પત્રકારત્વના કોર્સમાં ડિપ્લોમા મેળવવાની સાથે જી-સેટની કસોટીમાં પણ ઉત્તીર્ણ
થયા હતા. ત્યારબાદ બાલાસિનોર ખાતે કોલેજમાં અધ્યાપક તરીકે પણ કાર્ય કર્યું હતું. તેમના
પીએચ.ડી. માર્ગદર્શક વિભાગના વડા અને કચ્છ યુનિ.ના વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારે અભિનંદન
પાઠવ્યા હતા. તેમણે ડિગ્રી તેમના માતા-પિતાને સમર્પિત કરી હતી.