• સોમવાર, 25 મે, 2026

ટ્રમ્પ પર ફરી હુમલાથી હડકંપ

વોશિંગ્ટન, તા. 24 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વધુ એક હુમલાનો પ્રયાસ કરાતાં હડકંપ મચી ગયો હતો. વોશિંગ્ટનમાં એક સંદિગ્ધ હુમલાખોરે વ્હાઇટ હાઉસ પાસે લગભગ 30 રાઉંડ ગોળીબાર કર્યો હતો. વળતા પ્રહારમાં અમેરિકી જવાનોએ પણ ગોળીબાર કરતાં વીંધાયેલા હુમલાખોરને હોસ્પિટલે ખસેડાયા પછી તરત મોત થઇ ગયું હતું. ભારતીય સમય અનુસાર આ ગોળીબારની ઘટના શનિવારની મોડી રાત્રે સાડા ત્રણથી વહેલી સવારે પાંચ વાગ્યા વચ્ચે બની હતી. ગોળીબાર કરનાર યુવાનની ઓળખ 21 વર્ષના નાસીર બેસ્ટ તરીકે થઇ હતી. તે મેરિલેંડ રાજ્યનો રહેવાસી છે. વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર કરાયો ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અંદર મોજૂદ હતા. એક સામાન્ય નાગરિક પણ ગોળી વાગતાં ઘાયલ થયો હતો. સિક્રેટ સર્વિસના જવાનોના ગોળીબારમાં હુમલાખોર નાસીર માર્યો ગયો હતો. નાસીર માનસિક રીતે પરેશાન હતો અને અગાઉ પણ ઘણીવાર વ્હાઇટ હાઉસની આસપાસ જોવા મળ્યો હતો. અદાલતે આદેશ આપ્યો હતો કે, નાસીર વ્હાઇટ હાઉસની આસપાસ આવે નહીં, પરંતુ તે આદેશને માન્યો નહોતો. 

Panchang

dd