• સોમવાર, 25 મે, 2026

બંગાળના ફાલતામાં પહેલી વખત ભાજપની જીત : તૃણમૂલને ફટકો

કોલકાતા, તા. 24 : પશ્ચિમ બંગાળની ફાલતા વિધાનસભા ચૂંટણીના આજે જાહેર પરિણામમાં સત્તાધારી ભાજપને જીત મળી હતી. ભાજપ ઉમેદવારે દેગ્બાંશુ પાંડાએ એક લાખ કરતાં વધુ મતની સરસાઈથી જીત મેળવી હતી. તેમને 1.49 લાખથી વધારે મત મળ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ મતોની ફરી ચોરી થયાનો આરોપ લગાવ્યો હતો. તેમને આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય બળોના લોકો ભાજપના એજન્ટ બનીને મતગણતરી કેન્દ્રમાં ગયા હતા. સીપીએમના ઉમેદવાર શંભુનાથ કુર્મી 40 હજાર મત સાથે બીજા ક્રમે રહ્યા હતા. ચૂંટણીમાંથી છેલ્લી ઘડીએ હટી જનારા તૃણમૂલ કોંગ્રેસના જહાંગીર ખાનને માત્ર 7783 મત મળ્યા હતા.ફાલતામાં 74 વર્ષના ઈતિહાસમાં ભાજપે પહેલી વખત જીત મેળવી છે. 1952થી 2026 સુધી આ બેઠક કોંગ્રેસ અને સીપીઆઈ (એમ)નો ગઢ હતી. 2011થી સતત ત્રણ વખત તૃણમૂલ ઉમેદવાર અહીંથી જીત્યા હતા. આજનું પરિણામ તૃણમૂલ માટે ફટકો માનવામાં આવે છે. ફાલતામાં જીત સાથે ભાજપની હવે કુલ 208 બેઠક થઈ છે. ચોથી મેના આવેલા પરિણામમાં ભાજપે 207 બેઠક જીતી હતી. તૃણમૂલને માત્ર 80 બેઠક મળી હતી. 

Panchang

dd