• સોમવાર, 25 મે, 2026

રૂસનો અણુ સક્ષમ મિસાઇલથી હુમલો

નવી દિલ્હી, તા. 24  : યુક્રેનની રાજધાની કીવમાં રવિવારે રાત્રે વિનાશકારી હુમલા થયા હતા. જેમાં રશિયાએ પરમાણુ સંપન્ન ઓરેશનિક હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કરતાં ચિંતા ફેલાઇ છે. રશિયાએ ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી દીધો હતો. આ હુમલો છેલ્લા અમુક અઠવાડિયામાં થયેલા સૌથી મોટા હુમલામાંથી એક માનવામાં આવે છે. જેનાથી શહેરના ઘણા હિસ્સામાં આગ, વિસ્ફોટ અને ધુમાડાના ભયાનક દૃશ્યો જોવા મળ્યા હતા. અહેવાલ અનુસાર રશિયાએ હાઈપરસોનિક મિસાઈલ સહિત 600 ડ્રોન અને 90 મિસાઈલનો ઉપયોગ યુક્રેન વિરુદ્ધ કર્યો હતો. આ હુમલામાં ચાર લોકોનાં મૃત્યુ અને 83 જણ ઘવાયાના અહેવાલ પણ સામે આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ  કહ્યું કે, રૂસે ઓરેશનિક મિસાઇલથી કીવના બિલાત્સેર્કવામાં હુમલો કર્યો હતો. જો કે, તેમણે એ જણાવ્યું ન હતું કે, મિસાઇલનું લક્ષ્ય શું હતું. ઉલ્લેખનીય છે કે, રૂસે ત્રીજી વખત તેની આ આ હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ યુક્રેન સામે યુદ્ધમાં કર્યો હતો. રૂસની આ મિસાઇલ પરમાણુ અને પરંપરાગત હથિયાર લઇ જવામાં સક્ષમ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક ક્રૂઝ મિસાઈલ કીવના મધ્ય હિસ્સામાં પડતી જોવા મળે છે. મિસાઈલ ટકરાતાં જ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ સાથે ધડાકાના અવાજ રાતભર કીવમાં ચાલ્યા હતા. યુક્રેની અધિકારીઓ અનુસાર રશિયાએ હુમલામાં 600 ડ્રોન અને 90 મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. યુક્રેની ડિફેન્સ સિસ્ટમે ઘણા ડ્રોન અને મિસાઈલ અધવચ્ચે જ તોડી પાડયા હતા. આ દરમિયાન કીવના લુકિયાનિવ્સ્કા મેટ્રો સ્ટેશન પાસે આવેલું એક બિઝનેસ સેન્ટર પુરી રીતે તબાહ થયું હતું. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને ડઝનેક લોકોને ઈજા પહોંચી છે.  

Panchang

dd