કોલકાતા, તા. 6 : પશ્ચિમ બંગાળમાં બુધવારે મોડી
સાંજે ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના નજીકના સહયોગી ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા
નીપજાવાઈ હતી. આ ઘટના બાદ રાજ્યમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે. પોલીસે હુમલાખોરોની શોધ
આદરી હતી. એક મીડિયા હેવાલ મુજબ, ઉત્તર
24 પરગણા જિલ્લાના મધ્યગ્રામ વિસ્તારમાં
બનેલી ઘટનામાં ચંદ્રનાથની કારનો બીજા વાહને પીછો કર્યો હતો અને કારને ઓવરટેક કરીને
રોક્યા પછી હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેમાં રથ અને તેનો ડ્રાઇવર બંને ગંભીર રીતે
ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા,
જ્યાં ચંદ્રનાથનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે,
ચંદ્રનાથ રથ છેલ્લા પાંચ વર્ષથી શુભેન્દુ અધિકારી સાથે હતા.