ચંડીગઢ, તા. 5 : ઈન્ડિગોની આ ફ્લાઈટ મંગળવારે હૈદરાબાદથી ચંદિગઢ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ
એક મુસાફરની પાવર બેન્કમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ પણ લાગી હતી. પાંચ મુસાફર ઘાયલ થયા છે. મુસાફરોમાં
ગભરાટ ફેલાયો હતો, જેમને એરલાઈન સ્ટાફ દ્વારા તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. પંજાબના
મોહાલીમાં શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ 6ઊ108 લેન્ડ થતાં જ એક મુસાફરની પાવર બેન્કમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને કારણે
કેબિનમાં સામાન્ય આગ પણ લાગી હતી, જેને કેબિન ક્રૂએ અગ્નિશમક સાધનોનો ઉપયોગ કરીને ઝડપથી બૂઝાવી
દીધી હતી.