• શુક્રવાર, 15 મે, 2026

હવે બદલો નહીં બદલાવ, ભય નહીં ભવિષ્ય

નવી દિલ્હી, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ  અને આસામમાં વિજયને લોકતંત્રની સાથોસાથ બંધારણ અને વિકાસનો વિજય લેખાવ્યો હતો. તેમણે કહ્યંy કે, પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીના આત્માને હવે શાંતિ મળી હશે. શ્યામપ્રસાદ મૂળ બંગાળના હતા. મોદીએ કહ્યું બંગાળમાં હવે બદલો નહીં, બદલાવ, ભય નહીં ભવિષ્યની રાજનીતિ આવશે. વિજયની ઉજવણી માટે રાજધાની સ્થિત ભાજપ વડામથકે પહોંચીને સંબોધન કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું છે. સાધના સિદ્ધિ બને ત્યારે ખુશી થાય છે. ઘૂસણખોરો સામે પગલાં લેવાશે તેવું પણ મોદી બોલ્યા હતા. પરંપરાગત બંગાળી ધોતિ, ઝભ્ભાના પોષાકમાં સજ્જ વડાપ્રધાને 47 મિનિટનાં ભાષણમાં કહ્યું હતું કે, બંગાળની પહેલી કેબિનેટ બેઠકમાં આયુષ્માન ભારતને મંજૂરી અપાશે. મોદીએ કહ્યું હતું કે, `એક કાર્યકર તરીકે, હું દરેક ભાજપ કાર્યકરના આનંદમાં સહભાગી છું. આજનો દિવસ ઘણી રીતે ખાસ છે. દેશ માટે ઉજ્જવળ ભવિષ્યની જાહેરાત કરવાનો દિવસ છે. આ વિશ્વાસનો દિવસ છે. ભારતના મહાન લોકશાહીમાં વિશ્વાસ, પ્રદર્શનની રાજનીતિમાં વિશ્વાસ, સ્થિરતા માટેના સંકલ્પમાં વિશ્વાસ, એક ભારત, એક મહાન ભારતની ભાવનામાં વિશ્વાસ.' બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપની જીતની ઉજવણી કરવા માટે દિલ્હી પક્ષના વડામથકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું. તેમણે કહ્યું, `આજે એક ઐતિહાસિક દિવસ છે, અભૂતપૂર્વ દિવસ. વર્ષોની મહેનત સિદ્ધિમાં પરિણમે છે ત્યારે જે આનંદ આવે છે તે આનંદ હું આજે દેશભરના ભાજપના કાર્યકર્તાઓના ચહેરા પર જોઉં છું.' ભાજપ પ્રમુખ નીતિન નબીને કાર્યકર્તાઓની મહેનતને બિરદાવતાં કહ્યું હતું કે, પક્ષની કેડર હવે નવા પડકાર ઝીલવા સજ્જ છે.  બંગાળી ધોતી-કુર્તા પહેરેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ મુખ્યાલય પહોંચ્યા, જ્યાં બંગાળ, આસામ અને પોંડીચેરી ચૂંટણીમાં પાર્ટીના વિજયની ઉજવણી ચાલી રહી હતી. તેમના આગમન પર, ભાજપના કાર્યકરોએ `4 મે, મમતા ગઈ!'ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું. ભાજપનું બંગાળ પ્રચાર ગીત, `પોરિબોર્ટોનો દરકાર, ચાઈ ભાજપ સરકાર' વાગ્યું.

Panchang

dd