• શુક્રવાર, 15 મે, 2026

સત્તા તો ખોઈ જ, બેઠક પણ ગઈ; સુવેંદુ સામે મમતાનો પરાજય

કોલકાતા, તા. 4 : પશ્ચિમ બંગાળની રાજનીતિના સૌથી મોટા ઘટનાક્રમમાં છેલ્લા દોઢ દાયકાથી રાજ્યનું એકચક્રી શાસન કરનાર મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સોમવારે પરાજય થયો હતો. બંગાળમાં સત્તાની તો વાત જ દૂર, પરંતુ પોતાની બેઠક પણ બચાવી નહીં શકેલાં તૃણમૂલ સુપ્રીમો મમતા ભવાનીપુરમાં તૃણમૂલમાંથી જ ભાજપમાં જઈ ચૂકેલા સુવેંદુ અધિકારી સામે 15,114 મતોથી હારી ગયાં હતાં. મમતા હારથી પહેલાં જ મત ગણતરી કેન્દ્ર છોડીને ચાલ્યાં ગયાં હતાં. બીજીવાર ગણતરી થવી જોઈએ તેવી માંગ સાથે તેમણે આરોપ મૂક્યો હતો કે કાઉન્ટિંગ સેન્ટરની અંદર મને ધક્કો અપાયો અને મારપીટ કરાઈ હતી. વિવાદસર્જક, તાણની સ્થિતિ વચ્ચે મત ગણતરી એકાદ કલાક સુધી અટકાવી દેવાની ફરજ પડી હતી. દરમ્યાન સુવેંદુએ નંદીગ્રામમાં પણ તૃણમૂલના પવિત્ર કરને હાર આપી હતી.

Panchang

dd