• શુક્રવાર, 15 મે, 2026

બંગાળમાં ભાજપની જીતનાં ઘણા પરિબળો

નવી દિલ્હી, તા. 4 : ભારતીય રાજનીતિના ઈતિહાસમાં એક નવો જ અધ્યાય આલેખતી પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત પાછળ કેટલાંક ચોક્કસ પરિબળોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હોવાનું જણાય છે.

હિન્દુ સમુદાય એકજૂટ કર્યો : બંગાળમાં 27થી 32 ટકા મુસ્લિમ વસતીની સાથોસાથ મહિલાઓ, યુવાનોના મતથી તૃણમૂલ મેદાન મારતી હતી, પરંતુ આ વખતે તેની સામે ભાજપે ઘૂસણખોરો, બાંગલાદેશી મુસ્લિમો, એસઆઈઆર જેવા મુદ્દાઓ મારફતે હિન્દુ મતો હાંસિલ કર્યા.

શાસન વિરોધી લહેર : `મમતારાજ'માં ભ્રષ્ટાચાર, `કટમની', પ્રશાસનિક પક્ષપાત જેવા મુદ્દા ઊઠતા હતા. અનેક તૃણમૂલ નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપીની અસરથી શાસન વિરોધી લહેરનો લાભ ભાજપને મળ્યો. મોદી-શાહ જેવા મોટા ચહેરા : લાંબા સમય પછી પણ  વિપક્ષ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મોટો ચહેરો નથી દેખાતો. છેલ્લાં 12 વર્ષમાં ભાજપને અનેક રાજ્યોમાં જીત મળી છે. ઉત્તરપ્રદેશમાં લાંબાગાળા પછી 2017માં જીત અને આ વખતે બિહારમાં સૌથી વધુ બેઠકો પર જીતમાં મોટી ભૂમિકા ભજવનાર મોદીએ બંગાળમાં પણ સભાઓ ગજવી. એ જ રીતે, મોટા રણનીતિકાર બનેલા ગૃહમંત્રી અમિત શાહે 15 દિવસ સુધી બંગાળમાં જ રહીને 30 જનસભા, 12 રોડ-શો, સંગઠનની બેઠકો કરી. વિપક્ષની અલગ-અલગ લડાઈ : વેરવિખેર વિપક્ષે પણ ભાજપને ફાયદો કરાવ્યો. કોંગ્રેસે માલદા, મુર્શિદાબાદ સહિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં લઘુમતી મતો મેળવ્યા. તૃણમૂલ કોંગ્રેસ સરકારથી નારાજ પ્રતિબદ્ધ મુસ્લિમ મતદારોએ કોંગ્રેસને મત આપ્યો. મતોના આવાં ધ્રુવીકરણે અનેક બેઠકોમાં ભાજપને લાભ થયો. રાહુલ ગાંધીએ મમતા સરકારના કામ પર સવાલો ઊઠાવ્યા હતા.

જનતાએ નવી આશા જોઈ : છેલ્લાં 70 વર્ષથી વધુ સમય સુધી બંગાળમાં કોંગ્રેસ, ડાબેરી અને મમતાનું રાજ જોનાર જનતાએ આ વખતે યુવાનો, મહિલાઓ માટે અનેક વચનો આપનાર ભાજપમાં આશા રાખીને તક આપી.

Panchang

dd