• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

બિહારમાં આજે બીજા દોરનું મતદાન

પટણા, તા. 10 : બિહારમાં આવતીકાલે મંગળવારે બીજા અને અંતિમ દોરનું મતદાન થશે. ત્યારબાદ 243 સભ્યની વિભાનસભાની ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થઈ જશે. પહેલા દોરમાં 65 ટકા જેટલા ભારે મતદાન બાદ બીજા તબક્કામાં પણ મતદારોના આવા જ ઉત્સાહની આશા સેવાય છે. મંગળવારે રાજ્યના 20 જિલ્લાની 122 બેઠક પર મતદાન થશે. તમામ બેઠકો માટે મતગણતરી 14મી નવેમ્બરના થશે. બીજા તબક્કામાં 3.7 કરોડ મતદાર પોતાના પ્રતિનિધિ ચૂંટશે. અંતિમ દોરમાં એનડીએના 122 અને મહાજોડાણના 126 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં ભાજપના 53, જેડી-યુના 44, લોજપાના 15 ઉમેદવાર છે. બીજી તરફ મહાજોડાણમાંથી રાજદના 70, કોંગ્રેસના 37 ઉમેદવાર વિધાનસભાનો જંગ લડી રહ્યા છે. તારાપુરથી લડી રહેલા સમ્રાટ ચૌધરીએ દાવો કર્યો હતો કે, બિહારની જનતા પૂર્ણપણે એનડીએની સાથે છે, જીત નિશ્ચિત છે. બીજી તરફ રાજદ નેતા તેજસ્વી યાદવે પણ મહાજોડાણની જીતના દાવા સાથે જ જણાવ્યું હતું કે, બદલાવ નિશ્ચિત છે.

Panchang

dd