• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

આતંકી સંગઠન જૈશ સાથે કનેક્શન ?

નવી દિલ્હી, તા. 10 : રાજધાનીને રક્તરંજિત કરી નાખનાર લોહિયાળ કાર ધડાકાના તાર આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં આતંકી મોડયુલ સાથે જોડાયેલા છે કે કેમ, તેવો મોટો સવાલ ઊઠી રહ્યો છે.ગઈકાલે રવિવારે ગુજરાતમાંથી ખતરનાક ઝેરના રસાયણ સાથે ત્રણ આતંકી પકડાયા અને આજે સોમવારની સવારે કાશ્મીર અને હરિયાણા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 2900 કિલોગ્રામ જેટલા જંગી પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. હવે મોટો સવાલ એ ઊઠી રહ્યો છે કે, શું આ દિલ્હી કાર વિસ્ફોટ આજે સવારે જ તેનો પર્દાફાશ થત તો તે આતંકી મોડયુલ સાથે સંબંધ ધરાવે છે. અત્યારે ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ ફરિદાબાદ વિસ્ફોટક પ્રકરણ સાથે દિલ્હી ધડાકાના તાર જોડાયેલા છે કે નહીં તે જાણવાની દિશામાં પણ તપાસ આદરી દીધી હતી. યોગાનુયોગ આજે સવારે જ પોલીસે વિસ્ફોટકો બનાવવા માટેનો 2900 કિલો `મોતનો સામાન' તેમજ ભારે માત્રામાં હથિયાર કબજે કર્યા હતા. આ તમામ વિસ્ફોટકો, શત્રો જપ્ત કરવાની પ્રક્રિયા જૈશ-એ-મોહમ્મદ અને અંસર ગજવાત-ઉલ-હિન્દ સંગઠનો સાથે જોડાયેલાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય મોડયુલના પર્દાફાશ દરમ્યાન કરાઈ હતી.

Panchang

dd