નવી દિલ્હી, તા. 10 : જમ્મુ-કાશ્મીર
પોલીસે હરિયાણાના ફરીદાબાદથી લખનઉ સુધી અભિયાન ચલાવી 2900 કિ.ગ્રા.
વિસ્ફોટક (સંદિગ્ધ એમોનિયમ નાઇટ્રેટ) જપ્ત કર્યું છે. આ કાર્યવાહીમાં ફરીદાબાદથી
ડોક્ટર મુજમ્મિલ શકીલ અને લખનૌથી મહિલા ડોક્ટર શાહીન શાહીદની ધરપકડ કરવામાં આવી
હતી. મુજમ્મિલના કક્ષમાંથી ગઇકાલે 360 કિ.ગ્રા. વિસ્ફોટક અને એસોલ્ટ
રાઇફલ મળી આવી હતી જ્યારે શાહીનની કારમાંથી કાશ્મીરમાં આજે એકે-47 રાઇફલ, કારતૂસ અને અન્ય સંદિગ્ધ
સામગ્રી કબજે કરાઇ હતી. ડો. મુજમ્મિલ ફરીદાબાદની અલફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ
કરાવે છે. તે પુલવામાના કોઈલનો નિવાસી છે. ડો. શાહીન તેની ત્રીમિત્ર હતી અને
મુજમિલ શાહીનની કારનો ઉપયોગ કરતો હતો. તેણે ફરીદાબાદના ધૈઉજ ગામના ત્રણ મહિલા
પહેલાં એક રૂમ ભાડે લીધો હતો.