મુંબઈ, તા. 9 : બોમ્બે હાઈકોર્ટે એક ચુકાદો
આપતા કહ્યું હતું કે કોઈપણ મહિલાના દુ:ખી થવા કે રોવા માત્રથી જ પતિ કે સાસરીયાને દોષિત
ઠેરવી શકાય નહી અને ભારતીય દંડ સંહિતાની ધારા 498(એ) હેઠળ કાર્યવાહી કરી શકાય. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આરોપોને
સાબિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર હોય છે. હકીકતમાં કેસ 1998ના પુણેની સત્ર અદાલતના ચુકાદા
સંબંધિત હતો. જેમાં રામપ્રકાશ મનોહરને પત્ની રેખાની આત્મહત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં
આવ્યો હતો. રેખાના માતા-પિતાએ પતિ ઉપર આપઘાતનો આરોપ મુક્યો હતો. રેખા લાપતા થતા માતા-પિતાએ
પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જો કે ફરીયાદમાં ક્રૂરતા અને પીડાનો કોઈ ઉલ્લેખ કરવામાં
આવ્યો નહોતો.પુણેની સત્ર અદાલતે 1998માં પતિને
દોષિત ઠેરવ્યો હતો. હવે બોમ્બે હાઈ કોર્ટે 1998મા સત્ર અદાલતે આપેલા ત્રણ વર્ષની જેલના આદેશને રદ કરી દીધો
છે.