નવી દિલ્હી, તા. 13 : કેનેડા
સાથે ભારતના તાણભર્યા સંબંધોમાં સુધારાના સંકેત આપતા ઘટનાક્રમમાં સોમવારે કેનેડાના
વિદેશમંત્રી અનીતા આનંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી જયશંકર સાથે
બેઠકો કરી હતી. આ બેઠકોમાં વેપાર,
એઆઇ, મહત્ત્વપૂર્ણ ખનિજો અને ઊર્જાના
ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે એક મહત્ત્વાકાંક્ષી રોડમેપનું અનાવરણ કરાયું હતું.
જયશંકર સાથે હૈદરાબાદ હાઉસમાં બેઠક દરમ્યાન અનીતાએ બંને દેશ વચ્ચે સંબંધ સુધારવા
સહમતી બતાવી હતી. બેઠક બાદ જારી સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે, બંને પક્ષ એકમેકની ચિંતાઓ અને સંવેદનશીલતાનું સન્માન કરશે. બેય દેશના લોકો
વચ્ચે સંબંધો અને જરૂરિયાતોના આધાર પર શ્રેષ્ઠ સહભાગિતા તરફ આગળ વધશું.