• શુક્રવાર, 14 નવેમ્બર, 2025

ભારત-અફઘાનનાં નિવેદનમાં કાશ્મીરના ઉલ્લેખથી પાક રઘવાયું

નવી દિલ્હી, તા. 12 : ભારત અને અફઘાનિસ્તાનની વધતી નિકટતા અને ભારતના પ્રવાસે આવેલા તાલિબાનના વિદેશમંત્રી આમિરખાન મુતકી અને વિદેશ મંત્રી એસ. જયશંકર વચ્ચેની મંત્રણા બાદના સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરને ભારતનો ભાગ ગણવાના સંદર્ભને લઈને પાકિસ્તાન રઘવાયું બની ગયું છે અને વાંધો ઉઠાવવા માટે અફઘાન રાજદૂતને બોલાવ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો સંદર્ભ વાધાજનક છે. જમ્મુ અને કાશ્મીરને ભારતનો ભાગ બતાવવો એ યુનોની સુરક્ષા પરિષદના ઠરાવનું ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાને પહેલગામ હુમલાની પણ ટીકા કરી હતી. 

Panchang

dd