• બુધવાર, 12 નવેમ્બર, 2025

ભારતની 10 કંપની પર અમેરિકી પ્રતિબંધ

નવી દિલ્હી, તા. 11 : અમેરિકાએ ભારતના કુલ 8 વ્યક્તિ અને તેમની 10 કંપનીઓ ઉપર પ્રતિબંધ મુક્યો છે. સત્તાવાર નિવેદન અનુસાર ઈરાનના ઊર્જા વ્યાપારમાં કથિત રૂપે મદદ કરવાના આરોપમાં અમેરિકાએ ભારત સ્થિત 10 કંપનીઓ ઉપર પ્રતિબંધ મુક્યો છે. ગુરૂવારે અમેરિકાએ ઈરાનના પેટ્રોલિયમ અને એલપીજી નિકાસ સંબંધિત 50થી વધારે વ્યક્તિ, સંસ્થા અને જહાજો ઉપર કાર્યવાહી કરી હતી અને વેપાર કરતા રોકી દીધા હતા. જેના હેઠળ ભારતના 8 વ્યક્તિ અને કંપની સામેલ છે. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું છે કે ઈરાનની દુર્ભાવનાપુર્ણ ગતિવિધીને સમર્થન કરતા પૈસાને રોકવા માટે પગલું ભરવામાં આવ્યું છે. જ્યારે નાણા વિભાગે તેહરાનના ઊર્જા નિકાસ નેટવર્કને ખતમ કરવા ઉપર ભાર મુક્યો છે. જે કંપનીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે તેમાં ઈન્ડિસોલ માર્કેટિંગ પ્રાઈવેટ લિમિટેડ, ફકેમોવિક પ્રાઈવેટ લિમિટેડ, હરેશ પેટ્રોકેમ પ્રાઈવેટ લિમિટેડ, બર્થા શિપિંગ ઈંકના જહાજ, ઈવી લાઈન્સ ઈંક, વેગા સ્ટાર શિપ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, બીકે સેલ્સ કોરપોરેશન, સીજે શાહ એન્ડ કંપની, મોદી કેમ, પારીકેમ રિસોર્સ એલએલી અને શિવ ટેક્સકેમ લિમિટેડ યાદીમાં સામેલ છે. તેમજ કંપનીના માલિકો પણ છે.  

Panchang

dd