• સોમવાર, 16 જૂન, 2025

ત્રણ આરોપીએ રાજાની હત્યા કબૂલી

ઈન્દોર, તા. 10 : મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી રાજા રઘુવંશીની હત્યાના કેસમાં સતત નવા ખુલાસા બહાર આવી રહ્યા છે. ધરપકડ કરાયેલા સોનમ ઉપરાંત ચાર આરોપી પૈકી સોનમ પાસેથી સોપારી લેનારા ત્રણ આરોપીએ હત્યાનો ગુનો કબૂલી લીધો હોવાનું બહાર આવ્યું હતું. હવે બુધવારે સોનમ રઘુવંશી અને આ કેસમાં ધરપકડ કરાયેલા ચાર આરોપીને શિલોંગ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાજર થતાં પહેલાં, દરેકનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે, ત્યારબાદ કોર્ટ પાસેથી રિમાન્ડ માંગવામાં આવશે. આ પહેલાં થેયેલા ખુલાસામાં તપાસમાં પરોવાયેલી મેઘાલય અને ઈન્દોરની પોલીસે એકત્ર કરેલા પુરાવામાં જાણવા મળ્યું હતું કે, રાજાની હત્યા બાદ સોનમ રઘુવંશી 25 મેના જ ઈન્દોર આવી ગઈ હતી અને તેના પ્રેમી રાજ કુશવાહા સાથે ભાડાંના મકાનમાં રહી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનમે રાજાની હત્યા માટે પહેલાં ચાર લાખની સોપારી આપી હતી, જે રકમ બાદમાં વધારીને 20 લાખ કરી હતી. પોલીસે સોનમ સહિતના આરોપીઓની સઘન પૂછતાછ  હાથ ધરી છે. એક મીડિયા હેવાલ મુજબ, પોલીસે જણાવ્યું હતું કે, 21 મેના શિલોંગ પહોંચ્યા બાદ બંને ચેરાપુંજી ગયા હતા, જ્યા હોમસ્ટેમાં રહ્યા હતા. સોનમની યોજના મુજબ, અન્ય આરોપીઓએ પણ ત્યાં જ રોકાણ કર્યું હતું, જેની જાણ રાજાને નહોતી. દરમિયાન, રાજાના પિતાએ આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી હતી, તો રાજની માતાએ તેનો પુત્ર નિર્દોષ હોવાનું કહ્યું હતું, તો સોનમ સાથે સંબંધો હોવાનો પણ રાજની બહેને ઈન્કાર કર્યો હતો. બીજી તરફ રાજાની હત્યા બાદ ભાઈએ નોંધાવેલી ફરિયાદની નકલ બહાર આવી હતી, જેમાં રાજાની સોનાની ચેન, વીંટી, બ્રેસલેટ અને રોકડ ભરેલું પાકીટ ગાયબ હોવાનું જણાવાયું હતું, તો પોલીસ સૂત્રોએ કરેલા વધુ એક ખુલાસામાં સોનમે રાજાની હત્યા માટે પહેલાં ચાર લાખની સોપારી આપી હતી, ત્યારબાદ તેની રકમ વધારીને 20 લાખ કરી હતી. કેમ કે, તે રાજા સાથે રહેવા માગતી નહોતી. હત્યા કઈ રીતે થઈ તે અંગે મેઘાલય પોલીસે કહ્યું હતું કે, ત્રણેય આરોપીએ રાજાને પકડી રાખ્યો હતો અને વિશાલ નામના આરોપીએ તીક્ષ્ણ હથિયારથી તેના પર હુમલો કર્યો હતો. રાજાના મોત બાદ તમામ આરોપી નાસી છૂટયા હતા, પણ સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ હતી. સોનમ ઈન્દોર પહોંચી હતી, જ્યાં તે રાજ કુશવાહા સાથે ભાડાંના મકાનમાં રહી હતી. તે પછી તે ઉત્તરપ્રદેશ પહોંચી હતી. અન્ય એક હેવાલ મુજબ, સોનમે હનીમૂન દરમિયાન કોઈ પણ તસવીર સોશિયલ મીડિયામાં મૂકી નહોતી, જેથી તેના પર કોઈને શંકા ન જાય. પોલીસને ગુવાહાટીમાં હત્યાકાંડમાં સામેલ હથિયાર મળી આવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd