• સોમવાર, 16 જૂન, 2025

પીએમ તરીકે નરેન્દ્રભાઈ નવમીવાર કચ્છ આવશે

ભુજ, તા. 22 : `ઓપરેશન સિંદૂર' અંતર્ગત માત્ર ચાર દિવસમાં ઘૂંટણિયે પડી ગયેલાં પાકિસ્તાનને પાઠ ભણાવનાર મહાપરાક્રમી ભારતીય સૈન્યની બહાદૂરીનો સંદેશ દેશવાસીઓને પહોંચાડી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મીએ સોમવારે બપોરે કચ્છ આવી રહ્યા છે. શ્રી મોદી અને કચ્છનો ઋણાનુબંધ ગજબનો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 80થી વધુવાર કચ્છ આવવાનો વિક્રમ ધરાવતા નરેન્દ્રભાઈનાં નામે વડાપ્રધાન તરીકે પણ અનોખો રેકોર્ડ નોંધાયો છે અને નવમીવાર કચ્છ આવી રહ્યા છે. રાષ્ટ્રભાવનાથી તરબતર સીમાવર્તી કચ્છની ભૂમિ પરથી મોદી સીમાપારના શત્રુ તરફ શબ્દ મિસાઈલનો મારો ચલાવશે એ સાંભળવા માટે કચ્છના લોકોમાં ભારે ઉત્સાહ છે. 2014માં વડાપ્રધાન બન્યા પછી મોદી ક્યારે, ક્યા પ્રસંગે કચ્છ આવ્યા તેની વિગતો આ મુજબ છે. (1) ત્રિદિવસીય મુલાકાત - તા. 18/19/20 ડિસેમ્બર-2015 : ધોરડો ખાતે સમગ્ર ભારતના પોલીસવડા, સુરક્ષાકર્મીઓ, પ્રધાનો સાથેની ડીઆઇજી સમિટ, જેમાં સુરક્ષાના વિવિધ સદર્ભો અંગે ચર્ચા.  (2) તા. 22-05-17 : લોધેશ્વર મહાદેવ-ટપ્પર ડેમ સુધી નર્મદાનાં નીર પહોંચાડવાના કાર્યક્રમનો ભચાઉ ખાતેથી શુભારંભ. -કંડલા બંદર વિવિધ વિકાસ યોજનાઓને લીલીઝંડી.  -ગાંધીધામમાં સભા. (3) તા. 27-11-17 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ના પ્રચારકાર્યના  શ્રીગણેશ, માતાના મઢ ખાતેથી પ્રારંભ. સર્વપ્રથમ વડાપ્રધાન કે જેઓ માતાના મઢ દર્શનાર્થે આવ્યા, ત્યારબાદ ભુજની લાલન કોલેજ ખાતે ચૂંટણીસભા. (4) તા. 30-09-18 : સતાપર ખાતે 6000 કરોડના ખર્ચે બનેલી જીપીએસસી તેલ પાઇપલાઇન ટર્મિનલનું ઉદ્ઘાટન તેમજ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને સભાને સંબોધન. (5) તા. 15/12/2020 : કચ્છની એકદિવસીય મુલાકાત, જેમાં ધોરડોથી અલ્ટ્રા મેગા હાઈબ્રિડ પાર્ક-મોટા રણમાં સોલાર પ્રોજેક્ટ તથા એનર્જી પાર્કનું રૂલર તથા માંડવીનો ડિસેલીનેશન પ્લાન્ટ અને અંજાર તા. ના ચાંદ્રાણી ગામના `સરહદ ડેરી' બે લાખ લિટરની ક્ષમતા ધરાવતા અદ્યતન દૂધ પ્રોસેસિંગ / પેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલી ધોરડોથી જ કર્યું. (6) તા. 28/08/2022 : સ્મૃતિવન લોકાર્પણ. (7) તા. 28/11/22 : અંજાર ખાતે વિધાનસભા ચૂંટણી પ્રચાર. (8) તા. 31/10/2024 : સિરક્રીક ખાતે જવાનો સાથે દીપાવલી મનાવી.

  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd