• સોમવાર, 16 જૂન, 2025

અરબી સમુદ્રમાં સર્જાયું હળવું દબાણ

અમદાવાદ, તા. 22 (અમારા પ્રતિનિધિ તરફથી) : પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સાયકલોનિક સિસ્ટમ હળવા દબાણમાં ફેરવાઈ છે અને આગામી 36 કલાકમાં તે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ શકે છે અને ઉત્તર દિશામાં આગળ વધી શકે છે. જેના પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં આગામી 28મે સુધી ગાજવીજ સાથે ભારે  વરસાદની શક્યત હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં કાલથી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ એક અઠવાડીયું ગુજરાત માટે ભારે રહેવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. 7 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વરસાદ તોફાની રહેવાની આગાહી કરવામાં આવી છે. જેથી માછીમારોને કાલ સાંજ સુધીમાં પરત ફરવા માટે સૂચના આપવામાં આવી છે. દક્ષિણ કોંકણ પૂર્વ મધ્ય અરબસાગર નજીક લૉ પ્રેશર બન્યું છે. જેની અસર ગુજરાતમાં પણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે સાંજ સુધી ડિપ્રેશન બનવાની હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તોફાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી અનુસાર 23, 24 અને 25 મે  2025ના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસા રી , ડાં ગ, નર્મદા અને વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસા દ થઇ શકે છે.જ્યારે અમદાવાદ, આણંદ, મહેસાણા,ખેડા, બનાસકાંઠા, કચ્છ, વડોદરા અને જામનગર સહિતના અન્ય જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd