• સોમવાર, 16 જૂન, 2025

તોફાની વરસાદથી દિલ્હી બેહાલ

નવી દિલ્હી, તા. 21 : દિલ્હી, એનસીઆરમાં બુધવારની સાંજે સાત વાગ્યાથી અચાનક જ વાતાવરણમાં આશ્ચર્યજનક સાથે તોફાની પવનની સાથોસાથ ધોધમાર વરસાદથી જનજીવન પરેશાનીમાં મૂકાયું હતું. રાજધાનીના અનેક વિસ્તારોમાં વીજળી ઠપ થતાં અંધારપટ છવાઇ ગયો હતો. તોફાની પવનથી ઘણી જગ્યાએ વૃક્ષો ઉખડી ગયાં હતાં. હોર્ડિંગ્સ તૂટીને ચાલતીકાર પર પડયું હતું. વાહન વ્યવહાર ખોરવાયો હતો. તોફાની પવન, વરસાદથી ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઉડાનોને અસર થઇ હતી. તાપમાન 37 ડિગ્રીમાંથી 144 ડિગ્રી ઘટીને 23 ડિગ્રી થઇ ગયું હતું. દિલ્હી-તીન મૂર્તિ માર્ગ પર જોરદાર વાવાઝોડાંને કારણે, એક ઝાડ ચાલતી ટેકસી પર પડી ગયું હતું. જે સમયે આ અકસ્માત થયો તે સમયે ટેકસીમાં એક મુસાફર પણ બેઠો હતો. જો કે, વૃક્ષ પડવાથી મુસાફર અને ડ્રાઇવર બંને સુરક્ષિત છે તે સન્માનની વાત છે. ઝાડ પડવાથી તીન મૂર્તિ સંપૂર્ણપણે બંધ છે. પોલીસ કર્મચારીઓ અહીં આવતા વાહનોને યુ-ટર્ન લઇ રહ્યા છે અને તેમને બીજા માર્ગે મોકલી રહ્યા છે. ટેકસી ડ્રાઇવર અર્જુને કહ્યું, `હું એક મુસાફર સાથે ધૌલા કુઆનથી  મયૂર વિહાર જઇ રહ્યો હતો, ત્યારે અચાનક મારા વાહન પર એક ઝાડ પડી ગયું. સામેથી કેટલાક  પોલીસકર્મીઓ આવ્યા અને મને અને મુસાફરને બહાર કાઢયા. મુસાફર ઠીક છે, મને નાની ઇજાઓ થઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd