• મંગળવાર, 08 જુલાઈ, 2025

`મોદીનું નામ લેતાં પણ ડરે છે..' પાક. સાંસદે જ શાહબાઝની ખોલી પોલ

નવી દિલ્હી, તા.9 : ભારતે પાકિસ્તાન વિરુદ્ધ `ઓપરેશન સિંદૂર' શરૂ કરતાં ફફડેલા પાડોશી દેશે બે વખત હુમલાનો પ્રયાસ કર્યો જે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નાકામ બનાવ્યો હતો. ભારતની વધતી ભીંસ વચ્ચે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફની ઘરઆંગણે જ ફજેતી થઈ રહી છે. પાકિસ્તાનના જ સાંસદે શાહબાઝને ડરપોક કહીને તેમની ઝાટકણી કાઢી હતી જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાની સાંસદ શાહીદ ખટ્ટરનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે પાકિસ્તાનની સરકાર અને શાહબાઝ શરીફની ઝાટકણી કાઢી રહ્યા છે. વીડિયોમાં શાહીદે શાહબાઝને ડરપોક ગણાવ્યા હતા અને કહ્યું કે આપણા વડાપ્રધાન એટલા ડરપોક છે કે નરેન્દ્ર મોદીનું નામ પણ લઈ રહ્યા નથી. તેમણે કહ્યું કે જે દેશનો નેતા કાયર હોય તેની સેના કદી પણ જંગ જીતી શકતી નથી. ભાજપ નેતા અમિત માલવીયે આ વીડિયોને `એક્સ' પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે જ્યારે એક પાકિસ્તાની સંસદ સભ્ય જ પોતાના દેશના વડાપ્રધાનને કાયર કહે અને સ્વીકાર કરે કે તે પીએમ મોદીનું નામ લેતાં ડરે છે તો તે સ્વયં જ બધું સાબિત કરે છે.  તેમની સેનાનું મનોબળ તૂટી ચૂક્યું છે અને સરકાર દિશાહીન છે. ભારતના નિર્ણાયક વલણે પાકિસ્તાનની નાકમાં દમ કરી દીધો છે. 

Panchang

dd