• શુક્રવાર, 28 માર્ચ, 2025

સ્ટાલિન સરકારે રૂપિયાનું પ્રતીક બદલ્યું !

ચેન્નાઇ, તા. 13 : નવી શિક્ષણનીતિ અને ત્રિભાષા નીતિ પર કેન્દ્ર સરકાર સાથે વિવાદ વચ્ચે તામિલનાડુની સ્ટાલિન સરકારે રાજ્યનાં બજેટમાં રૂપિયાનું પ્રતીક બદલીને તમિલ ભાષામાં કરી નાખતાં ઘમસાણ સર્જાયું હતું. દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને સવાલ ઉઠાવ્યો હતો કે, દ્રમુક સરકારને આ પ્રતીક સામે વાંધો છે, તો 2010માં જ તેનો વિરોધ શા માટે ન કર્યો. આ એક ખતરનાક માનસિકતા છે. એક તમિલ યુવાનની રચનાત્મકની અવગણના કરાઇ છે. સ્ટાલિન સરકારે 2025-26નાં બજેટમાં રૂપિયાનું પ્રતીક બદલીને તમિલ ભાષાની લિપિના `રૂ' પરથી રાખી દીધું હતું. ભાજપે આ પગલાં પર પલટવાર કરતાં મુખ્યમંત્રી સ્ટાલિનને `સ્ટુપિડ' એટલે કે મૂર્ખ લેખાવ્યા હતા. તામિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઇએ કહ્યું હતું કે, ટ્વિટ કર્યું હતું કે, રૂપિયાનું પ્રતીક તામિલનાડુ રાજ્યના જ થિરુ ઉદયકુમારે બનાવ્યું હતું, જે દ્રમુકના પૂર્વ ધારાસભ્યના પુત્ર છે. એક તમિલ વ્યક્તિ દ્વારા જ તૈયાર કરાયેલાં રૂપિયાના પ્રતીકને આખા ભારત દેશે અપનાવ્યું, જ્યારે ખુદ દ્રમુક સરકારે આ પ્રતીક હટાવીને  મૂર્ખતાનો  પરિચય આપ્યો છે, તેવા પ્રહાર ભાજપ નેતાએ કર્યા હતા. રૂપિયાનું પ્રતીક દેવનાગરી લિપિના `' અને લેટીન અક્ષર છનું મિશ્રણ કરીને મળ્યું હતું. તેના પરથી એક રેખા સાર કરાઇ છે. આ રેખા આપણા રાષ્ટ્રધ્વજનું પ્રતીક છે. ભારત સરકારે 15 જુલાઇ 2010ના દિવસે આ પ્રતીકને અપનાવ્યું હતું. તામિલનાડુ સરકારે બજેટ ર0રપ પહેલાં ઐતિહાસિક પગલું ઉઠાવ્યું છે, જેને કારણે રાજકીય હોબાળો મચ્યો છે. રાજ્ય સરકારે બજેટના લોગોમાંથી રૂપિયાનું ચિહ્ન હટાવ્યું છે. તેનાં સ્થાને તમિલ લિપિનો ઉપયોગ કરાયો છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ રાજ્યે રાષ્ટ્રીય મુદ્રા ચિહ્નને નકાર્યું છે. જો કે, રાજ્ય સરકારે આવા બદલાવ અંગે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. મુખ્યમંત્રી સ્ટાલિનના `એક્સ' એકાઉન્ટ પર ર0 સેકન્ડનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં રૂપિયાના ચિહ્નનાં સ્થાને તમિલ લિપિમાં રૂપિયો લખેલું જોવા મળે છે. રાજ્યના બજેટ ર0રપના લોગોવાળી તસવીર સામે આવ્યા બાદ ઘેરા રાજકીય પડઘા પડયા છે, જેમાં સ્પષ્ટ રીતે રૂપિયાના રાષ્ટ્રીય ચિહ્નને હટાવી દેવાયું છે. બજેટ લોગોમાં તમિલ લિપિને સ્થાન આપી સ્ટાલિન સરકારે રાજ્યની પોતાની અર્થવ્યવસથામાં અને નાણાંકીય દસ્તાવેજોમાં પોતાની ઓળખ જાળવી રાખવા પ્રયાસ કર્યાનું મનાય છે. જે સાથે આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર સાથે તકરાર વધી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd