• શુક્રવાર, 28 માર્ચ, 2025

અમેરિકાથી આવેલા તમામ 33 ગુજરાતી અમદાવાદ પહોંચ્યા

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલા વધુ 33 ગુજરાતી આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જેમાં ચાર સવારે જ આવી ગયા હતા અને બાકીના 29 બપોરની ફ્લાઇટમાં આવી ગયા. અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચેલા 4 ગુજરાતીના વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી અને પછી બાકીના 29ની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આવેલા 33 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.   મળતી માહિતી અનુસાર માહિતી અનુસાર અમૃતસરથી બે ફ્લાઇટમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીને અમદાવાદ લાવવામાં આવ્યા હતા. તેમાં પહેલી ફ્લાઇટમાં 4 અને બીજી ફ્લાઇટમાં 29 લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા છે.  ઉલ્લેખનીય છે કે અમેરિકાથી ત્રણ વિમાનમાં કુલ 78 ગુજરાતીને અત્યાર સુધી મોકલાય છે. જેમાં પહેલી ફ્લાઇટમાં 37, બીજીમાં 8 અને ત્રીજી ફ્લાઇટમાં ફરી 33 લોકોને અમૃતસર ડિપોર્ટ કરાયા હતા. મીડિયા કર્મીઓએ પરિવારજનો સાથે વાતચીતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારજનોએ કેમેરા સમક્ષ કંઈપણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd