• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

આમ આદમી પર ભીંસ વધી : મોંઘવારી દર વધીને 6.21 ટકા

નવી દિલ્હી, તા.12 : મોંઘવારીના મોરચે આમ આદમીને ઓક્ટોબર મહિનામાં પણ મોટો ઝાટકો લાગ્યો છે. ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાને કારણે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો વધીને 6.21 ટકા થયો છે. આ મોંઘવારીનું 14 મહિનાનું સર્વોચ્ચ સ્તર છે. મોંઘવારીમાં આ ઉછાળો ખાવા-પીવાની વસ્તુઓના વધેલા ભાવને કારણે છે. આ આંકડા આજે સરકારે જાહેર કર્યા હતા. આ સાથે જ છુટક મોંઘવારી ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)ના છ ટકાના દાયરાની બહાર ચાલી ગઈ છે.  ગયા વર્ષે આ જ મહિનામાં સીપીઆઈ આધારિત મોંઘવારી દર 4.87 ટકા હતો.આ પહેલાં ઓગસ્ટ-2023માં ફુગાવાનો દર 6.83 ટકા હતો. જ્યારે ઓક્ટોબરના એક મહિના પહેલાં સપ્ટેમ્બરમાં શાકભાજીના ઊંચા ભાવને કારણે આ દર 5.49 ટકા પર પહોંચી ગયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang