નવી દિલ્હી, તા. 10 : ભારત એક શાંતિપ્રિય દેશ છે અને વિકાસની
દિશામાં મક્કમ રીતે આગળ વધી રહ્યો છે. દુનિયામાં ભારતની ભાગીદારી વધી છે. આવનારી સદી
ભારતની છે, આસિયાન દેશોની છે તેવું 21મા આસિયાન-ભારત
અને 19મા પૂર્વી એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા બે દિવસના લાઓસના પ્રવાસે પહોંચેલા
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. આ દરમિયાન તેઓ ઘણા દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક
પણ કરી શકે છે. એક મીડિયા હેવાલ મુજબ, લાઓસ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિકના વડાપ્રધાન
સોનેક્સે સિફંડના આમંત્રણ પર લાઓસ પહોંચેલા મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. મોદીએ
સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત દરેક રાષ્ટ્રની એક્તા અને અખંડતાને મહત્ત્વ આપે છે.
અમે યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય આપવા પ્રતિબદ્ધ છીએ. જનકેન્દ્રી નિર્ણયો અમારી પ્રાથમિકતા
છે તેમ મોદીએ કહ્યું હતું. ભારતની એક્ટ-ઈસ્ટ નીતિએ ભારત અને આસિયાન દેશોના સંબંધોને
નવી ઊર્જા, દિશા અને ગતિ આપી છે. કોરોનાકાળમાં ભારતે જબાદારી નિભાવી હતી તેમ પણ મોદીએ
ઉમેર્યું હતું. છેલ્લા દશ વર્ષમાં આસિયાન ક્ષેત્રો સાથેનો વેપાર લગભગ બે ગણો થઈને
130 બિલિયન ડોલરથી વધુ થઈ ગયો છે. ભારતે સાત આસિયાન દેશો સાથેની સીધી વિમાનસેવા શરૂ
કરી છે અને જલદી બ્રુનેઈ સાથે પણ શરૂ થશે તેવી વિગતો વડાપ્રધાને આપી હતી. લાઓસ પહોંચેલા
વડાપ્રધાનું સ્વાગત કરાયા બાદ તેમણે વિયેતિયાનમાં લાઓસના વરિષ્ઠ બૌદ્ધ સાધુઓના આશીર્વાદ
સમારોહમાં ભાગ લીધો હતો. ત્યારબાદ લાઓસના પ્રમુખ રોયલ થિયેટર ઓફ લુઆંગ પ્રબાંગમાં રામલીલા
માણી હતી. અહીં રામાયણના એક એપિસોડ ફલક ફલામનું આયોજન કરવામાં આવ્યું હતું. લાઓસમાં
તેને ફરા લક ફરા રામ નામથી પણ ઓળખવામાં આવે છે. મોટાભાગે બૌદ્ધ ધર્મની વસતી ધરાવતા
લાઓસ દેશમાં હિન્દુ વસતી અંગેની કોઈ ચોક્કસ જાણકારી નથી. આ દરમિયાન મોદીની સાથે વિદેશમંત્રી
એસ. જયશંકર, વિદેશ સચિવ વિક્રમ મિત્રી સહિતના અધિકારીઓ જોડાયા હતા. રામલીલા અંગે ભારતીય
વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ આયોજન બંને દેશોની સભ્યતા અને સદીઓના સંબંધો દર્શાવે
છે. મોદીએ