• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

`એક દેશ, એક ચૂંટણી લાગુ કરીશું'

નવી દિલ્હી, તા. 17 : જવાહરલાલ નેહરુ બાદ દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થતાં ગૃહમંત્રી અમિત શાહે રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું અને આગામી પાંચ વર્ષમાં એક દેશ, એક ચૂંટણી લાગુ કરવાની યોજના હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ યોજનાઓ, ખેડૂતો, યુવાનો સહિત માટેના કાર્યો પણ ગણાવ્યા હતા સાથે હિંસાગ્રસ્ત મણિપુરમાં શાંતિ સ્થાપવા મૈતેઈ અને કુકી સમુદાય સાથે વાટાઘાટ ચાલુ હોવાનું જણાવ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, શાહે કહ્યું હતું કે, સો દિવસમાં મોદી સરકારે 15 લાખ કરોડની યોજનાઓ શરૂ કરી, કરવેરામાં રાહત આપી અને ખેડૂતોના ખાતામાં ત્રણ લાખ કરોડ પહોંચાડયા છે. આજે દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા મજબૂત બની છે, તો અર્થવ્યવસ્થાએ ગતિ પકડી છે તેમ જણાવ્યું હતું. આગામી પાંચ વર્ષમાં દેશમાં એક દેશ, એક ચૂંટણી લાગુ કરવાનો પુનરોચ્ચાર પણ ગૃહમંત્રીએ આ વેળાએ કર્યો હતો, તો મણિપુરમાં શાંતિ કાયમ કરવા માટે મૈતેઈ અને કુકી એમ બંને સમુદાયો સાથે વાતચીત કરી સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ જારી હોવાનું પણ શાહે કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang