નવી દિલ્હી, તા. 4 : એક મહત્ત્વના ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારે
વકફ એક્ટમાં બદલાવની તૈયારી કરી લીધી હોવાના અહેવાલ છે. વકફ બોર્ડની કોઇ પણ મિલકતને
વકફ સંપત્તિ જાહેર કરી નિયંત્રણમાં લેવાની સત્તાઓ ઘટાડવાના દેખિતા ઉદ્દેશ સાથે સરકાર
આ બદલાવ કરવા જઇ રહી છે એવો દાવો અહેવાલોમાં કરાયો છે. 12 ઓગસ્ટ સુધી ચાલનારા સંસદના
ચોમાસું સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર વકફ એક્ટમાં અંદાજિત 40 જેટલા સંશોધન કરવાની તૈયારીમાં
છે, જેના માટે સરકાર નવો ખરડો પણ લાવી શકે છે. સરકારનાં આ પગલાંને લીધે રાજકીય હલચલ
મચી છે. હાલમાં બોર્ડ પાસે કોઈ પણ જમીન પોતાની
સંપત્તિ ઘોષિત કરી શકે તેવી શક્તિઓ ધરાવે છે, જો સરકાર તેમાં સંશોધન કરશે તો દેશમાં
રેલવે બાદ સૌથી વધુ જમીન ધરાવતા વકફ બોર્ડ કોઈ પણ જમીનને પોતાની સંપત્તિ નહીં ગણાવી
શકે. જો કે, વકફ એક્ટમાં સંશોધનની અટકળોના પગલે અસદુદ્દીન ઓવૈસીએ આપત્તિ નોંધાવી હતી.
એક મીડિયા હેવાલ મુજબ, શુક્રવારે મળેલી કેબિનેટ બેઠકમાં સંશોધન અંગેના બિલને મંજૂરી
મળી ગઈ છે. પ્રસ્તાવિત ખરડામાં હાલમાં મોજૂદ એક્ટની કેટલીક કલમો રદ થઈ શકે છે. વકફ
એક્ટમાં સંશોધનની અટકળોના પગલે ઓવૈસીએ કહ્યું હતું કે, સંસદનું સત્ર ચાલી રહ્યું છે,
ત્યારે કેન્દ્ર સરકાર સંસદની સર્વોચ્ચતા અને વિશેષાધિકારોની વિરુદ્ધ કાર્ય કરી રહી
છે. વકફ એક્ટમાં સંશોધનને લઈને મીડિયામાં ચાલી રહ્યું છે, તે જોતાં લાગી રહ્યું છે
કે, મોદી સરકાર બોર્ડની સ્વાયત્તતા અને ધર્મની સ્વતંત્રતા છીનવા માગે છે તેમ જણાવ્યું
હતું. ભાજપ હંમેશાં બોર્ડ અને વકફની સંપત્તિના વિરોધમાં રહ્યો છે. તેમનો હિંદુત્વનો
એજન્ડ હોવાથી વકફ બોર્ડની સ્થાપના અને સંરચનામાં બદલાવ કરવા માગે છે અને પોતાની પકડ
મજબૂત કરવા માગે છે, જેના કારણે અવ્યવસ્થા ફેલાશે. મીડિયા કહેશે કે બોર્ડ પાસે કોઈ
વિવાદિત સંપત્તિ છે, તો મોદી સરકાર કહેશે કે, અમે સર્વે કરાવશું, તે પણ ભાજપના જ કોઈ
મુખ્યમંત્રીના નેજા હેઠળ હશે તેમ અસદુદ્દીન ઓવૈસીએ વધુમાં ઉમેર્યું હતું. જો કે, ઓલ
ઇન્ડિયા મુસ્લિમ જમાતના વડાએ આ દરખાસ્તને સમર્થન આપ્યું છે. - વકફ બોર્ડે કાયદાનો દુરુપયોગ કર્યો : રઝા : યુપી સરકારના પૂર્વ મંત્રી અને ભાજપા નેતા મોહસિન રઝાએ કહ્યંy કે, સમગ્ર દેશ અને સમાજની માંગ હતી કે,
આવો કાયદો હોવો જોઈએ. વકફ બોર્ડે 199પના કાયદાનો ખૂબ દુરુપયોગ કર્યો છે. એનડીએ સરકારના
સાથીપક્ષ જેડીયુએ કહ્યંy કે, ખરડાને
જોયા બાદ અમે પ્રતિક્રિયા આપીશું. આરજેડીએ કહ્યું કે, સરકારની નજર ક્યાંક છે અને નિશાનો
ક્યાંક છે. અસલ મુદ્દા પર ચર્ચા ન થાય એટલે સરકાર આવી રીત અપનાવે છે.