• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

મેડિકલનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ

નવી દિલ્હી, તા.3 : મેડિકલનો અભ્યાસ કરનારા માટે નવો નિયમ આવ્યો છે. મેડિકલ અને ડેન્ટલ કોલેજોમાં કોઈપણ વિદ્યાર્થી અધવચ્ચે અભ્યાસ છોડી દેશે તો તેને આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ નિયમ અન્ડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને સુપર સ્પેશિયાલિટી કોર્સનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયો છે. નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)ના નિર્દેશ પ્રમાણે આ નિયમો લાગુ કરાયા છે. બીજી તરફ હવે અભ્યાસ અધવચ્ચે છોડી દેનારા વિદ્યાર્થીઓ પાસેથી 5 લાખ રૂપિયાનો દંડ નહીં વસૂલાય. મેડિકલ એજ્યુકેશનના મહાનિર્દેશક કિંજલ સિંહ દ્વારા શુક્રવારે લખનઉની તમામ મેડિકલ અને ડેન્ટલ કોલેજોને આ સૂચનાઓ જારી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે એમબીબીએસ, એમડી, એમએસ, એમસીએચ, બીડીએસ અને એમડીએસ જેવા કોર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ  અભ્યાસ અધવચ્ચે જ છોડતા પહેલા ઘણું વિચારવું પડશે. અત્યાર સુધી રૂ. 5 લાખનો દંડ ભર્યા બાદ તે અધવચ્ચે અભ્યાસ છોડીને આગામી સત્રમાં અન્ય કોર્સમાં એડમિશન લઈ લેતા હતા. હવે જો તેઓ આવું કરશે તો તેમણે પ્રવેશ માટે એક વર્ષ રાહ જોવી પડશે કારણ કે તેને આગામી સત્રમાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. આ નિયમને શૈક્ષણિક સત્ર 2024-25થી લાગુ કર્યો છે. જે વિદ્યાર્થીઓએ અગાઉના શૈક્ષણિક સત્રમાં પ્રવેશ લીધો હોય તેમને આ નિયમ લાગુ નહીં થશે. તે દંડ ભરીને પોતાની સીટ છોડી શકશે અને આગામી સત્રમાં પ્રવેશ માટે તેને પ્રતિબંધિત માનવામાં આવશે નહીં.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang